નાલાસોપારામાં કાયદેસર રિક્ષા-ડ્રાઇવરો બેઠા ગેરકાયદે રિક્ષાવાળાઓ સામે ધરણાં પર

Published: 11th November, 2014 06:03 IST

નાલાસોપારા (વેસ્ટ)માં રોટી હોટેલ પાસે આવેલા રિક્ષા-સ્ટૅન્ડ પર ગેરકાયદે રિક્ષા-ડ્રાઇવરોનું પ્રમાણ વધવા લાગ્યું છે. એને લીધે લીગલ રિક્ષાવાળાઓનો ધંધો તો ઓછો જ થાય છે અને સાથોસાથ તેઓ પરમિટ વિના રિક્ષા ચલાવતા હોવાથી પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મુકાય છે.


એથી લીગલ રિક્ષા-ડ્રાઇવરોએ પોલીસ-ફરિયાદ નોંધાવ્યા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગેરકાયદે રિક્ષા-ડ્રાઇવરો સામે તેઓ ગઈ કાલે ધરણાં પર બેઠા હતા.

કાયદેસરના રિક્ષા-ડ્રાઇવરોએ માગણી કરી છે કે ‘ભંગાર અને પ્રાઇવેટ રિક્ષા લઈને લાઇસન્સ વિનાના કે બૅજ વગરના રિક્ષા-ડ્રાઇવરો સ્ટૅન્ડ પાસે ઊભા રહી જાય છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આ ગેરકાયદે રિક્ષા-ડ્રાઇવરો પોતાની મનમાની ચલાવે છે અને ઘણી વાર ગુંડાગીરી પર ઊતરી આવે છે. એટલે ટ્રાફિક-પોલીસે આખો દિવસ આ ભીડભાડવાળા રસ્તા પર ઊભા રહેવું.’

જો આ માગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો મોટા પાયે ધરણાં કરવામાં આવશે એવી ચેતવણી કાયદેસર રિક્ષાવાળાઓએ પોલીસને આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK