Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘરમાં અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી

પાલઘરમાં અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી

30 November, 2020 09:38 AM IST | Palghar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાલઘરમાં અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના પાલઘર જિલ્લામાં અજાણી મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી હોવાનું પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. શનિવારે સાતીવલી ખીંડ વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીને દુર્ગંધ આવતાં તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં મહિલાની લાશ જોવા મળી હતી. અધિકારીઓના મતે મહિલાની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની આસપાસ છે.



પોલીસને શંકા છે કે મહિલાને અન્ય કોઈ સ્થળે મારી નાખ્યા બાદ તેના મૃતદેહને અહીં લાવીને ફેંકી દેવાયો હતો. મહિલાના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે તથા કલમ ૩૦૨ (હત્યા) અને ૨૦૧ (પુરાવાઓનો નાશ કરવા) હેઠળ ગુનો નોંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 09:38 AM IST | Palghar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK