ક્રિસમસ દરમ્યાન 26 ડિસેમ્બરે મુંબઈગરાઓ આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ જોઈ શકશે

Published: Dec 14, 2019, 11:04 IST | Gaurav Sarkar | Mumbai

શહેરના રહેવાસીઓ ૨૬ ડિસેમ્બરની સવારે થનારા વર્ષના અંતિમ સૂર્યગ્રહણને જોઈ શકશે, જેમાં સૂર્યનો ૮૪.૨ ટકા જેટલો હિસ્સો ચંદ્રમા દ્વારા ઢંકાઈ જશે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

શહેરના રહેવાસીઓ ૨૬ ડિસેમ્બરની સવારે થનારા વર્ષના અંતિમ સૂર્યગ્રહણને જોઈ શકશે, જેમાં સૂર્યનો ૮૪.૨ ટકા જેટલો હિસ્સો ચંદ્રમા દ્વારા ઢંકાઈ જશે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્રમા આવે છે અને સૂર્યને કારણે પૃથ્વીનો કેટલોક હિસ્સો દબાઈ જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. એને લીધે જ્યાં સૂર્યગ્રહણ હોય એ પ્રદેશોમાં સૂર્ય પૂર્ણત: કે આંશિક રીતે ચંદ્રની પાછળ છુપાઈ જાય છે.
ચાલુ વર્ષે જુલાઈમાં થયેલું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકામાંથી જોઈ શકાય એમ હોવાથી મુંબઈના લોકોને એ જોવા મળ્યું નહોતું એમ કહેતાં નેહરુ પ્લેનૅટોરિયમના ડિરેક્ટર અરવિંદ પરાંજપેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ વખતે ભારતમાંથી, ખાસ કરીને મુંબઈમાંથી ૨૬ ડિસેમ્બરની સવારે ૮.૦૪ વાગ્યાથી ૧૦.૫૫ વાગ્યા દરમ્યાન સૂર્યગ્રહણ જોઈ શકાશે.

આ પણ વાંચો : ઉલ્હાસનગરની મહિલાનો મંત્રાલયમાં આત્મહત્યાનો પ્રયાસ

ઘણા લોકોનું માનવું છે કે નરી આંખે સૂર્યગ્રહણ જોવાથી અશુભ સમય શરૂ થાય છે, પણ એ સત્ય નથી. આમ છતાં લોકો સૂચિત ગૉગલ્સનો ઉપયોગ કરીને સૂર્યગ્રહણ જુએ એ જ હિતાવહ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK