ફાસ્ટ ફૂડના ક્રેઝે મુંબઈના ડબ્બાવાળાઓને હંફાવ્યા

Published: 20th October, 2011 19:52 IST

લોકોની બદલાતી જતી જીવનશૈલી તેમ જ ફાસ્ટ ફૂડના ક્રેઝને લીધે મુંબઈના જાણીતા ડબ્બાવાળાઓના ધંધામાં મંદી આવી છે.  આજના યુવા વર્ગમાં ઘરના ભોજન કરતાં ફાસ્ટ ફૂડ તથા નાસ્તાનો ક્રેઝ વધ્યો છે. વિવિધ કૉર્પોરેટ હાઉસ તથા ફૅક્ટરીના માલિકોએ પણ ઇન હાઉસ ભોજનની વ્યવસ્થા કરતાં છેલ્લાં ૧૨૦ વર્ષથી મુંબઈમાં ચાલતા ડબ્બાવાળાઓના ધંધા પર અસર પડી છે.

 

આ તારણ મુંબઈ ડબ્બાવાળા એજ્યુકેશન સેન્ટરના પ્રમુખ ડૉ. પવન જી. અગ્રવાલે કાઢ્યું છે. તેમના મતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ડબ્બાવાળાઓના ગ્રાહકોની સંખ્યામાં કોઈ વધારો નોંધાયો નથી. આમ છતાં જે લોકોને ઘરનું ભોજન લેવાની જ આદત છે એવા બે લાખ લોકો હજી પણ ડબ્બાવાળાઓની સિસ્ટમને વળગી રહ્યા છે.

શહેરમાં આતંકવાદી હુમલો હોય કે પછી ભારે વર્ષા - તેમની કામગીરી બજાવનારા આ ડબ્બાવાળાઓએ માત્ર એક દિવસ હડતાળ પાડી હતી. ઑગસ્ટમાં અણ્ણા હઝારેના આંદોલનને ટેકો આપીને તેઓ પોતાની કામગીરીથી દૂર રહ્યા હતા. સરેરાશ આઠ ચોપડી ભણેલા આ ડબ્બાવાળાઓની કામગીરીનાં વખાણ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે પણ કયાર઼્ હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK