બીએમસી પીસે પમ્પિંગ સ્ટેશનના ગેટ સિસ્ટમનું રિપેરિંગ કામ હાથ ધરી રહી હોવાથી મંગળવાર ૩ ડિસેમ્બરથી ૯ ડિસેમ્બર દરમ્યાન શહેરમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ પડશે.
જળાશયોમાંથી પાણી ભાંડુપ, પીસે અને પાંજરાપુર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. પીસેમાં બીએમસીનું પમ્પિંગ સ્ટેશન છે જેમાંથી આઠ કિલોમીટરના અંતરે આવેલા પાંજરાપુરમાં મોકલવામાં આવે છે. શહેરમાં અવિરત પાણી પુરવઠો પહોંચાડવા માટે આ પમ્પિંગ સ્ટેશન અત્યંત મહત્ત્વનું છે અને બીએમસી દ્વારા નિયમિતપણે વાયુયુક્ત ગેટ સિસ્ટમનું રિપેરિંગ અને મેઇન્ટેનન્સનું કામ કરવામાં આવે છે.
આ પણ વાંચો : 2024માં ભારત દુનિયાના 30 મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડ્લી દેશમાં સામેલ થશે : અમિત શાહ
રિપેરિંગ કામને બેથી ત્રણ દિવસ લાગશે, પરંતુ રિપેરિંગ શરૂ કરતાં પહેલાં ૩૫થી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા ભાતસા ડૅમના દરવાજા બંધ કરવા પડશે. ડૅમના દરવાજા બંધ કર્યાના બેથી ત્રણ દિવસ પછી રિપેરિંગનું કામ શરૂ કરી શકાશે અને રિપેરિંગ કામ પૂરું થયા પછી બે કે ત્રણ દિવસ બાદ ડૅમના દરવાજા ખોલી શકાશે. પાઇપલાઇન પૂરી થાય છે તે દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં જૂની બિલ્ડિંગોમાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના લોકોને પાણીકાપને લીધે વધુ તકલીફ રહેશે.
જ્વેલર્સનાં 12 બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને 2.98 કરોડ રૂપિયા સેરવી લેનારા ગુનેગારોની શોધ
Dec 06, 2019, 11:21 ISTભિવંડીમાં બહુમતી હોવા છતાં કૉન્ગ્રેસે મેયરપદ ગુમાવ્યું
Dec 06, 2019, 11:09 ISTઘાટકોપર જૉલી જિમખાનાએ ઊજવ્યો વર્લ્ડ ડિસેબલ ડે
Dec 06, 2019, 11:06 ISTગૃહિણીનું બજેટ ખોરવાયું : કાંદાના ભાવ રેકૉર્ડ બ્રેક આસમાને
Dec 06, 2019, 10:58 IST