મુંબઇમાં વાદળ સાથે પવન ફૂંકાતા ભારે વરસાદ શરૂ

Updated: Jul 30, 2019, 17:09 IST | મુંબઈ ડેસ્ક

હવામાન વિભાગે પણ આ બાબતે ચેતવણી આપી હતી. તેમજ મુંબઇ સહિત થાણે, રત્નાગિરિ, પાલઘર જીલ્લામાં પણ મુશળધાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી હતી.

પવન સાથે વરસાદ શરૂ
પવન સાથે વરસાદ શરૂ

છેલ્લા કેટલાક દિવસથી મુંબઇમાં ચોમાસું લંબાયું હોવાની ચર્ચા થઈ રહી હતી તેવામાં જાણે મેઘરાજાએ આ ચર્ચા સાંભળીને મુંબઇને ફરી એકવાર પાણી પાણી કરી દેવાનું નક્કી કર્યું છે.

મુંબઇ પવન સાથે વરસાદ થયો શરૂ

છેલ્લા એક અઠવાડિયાથી મુંબઇના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે પણ આ બાબતે ચેતવણી આપી હતી. તેમજ મુંબઇ સહિત થાણે, રત્નાગિરિ, પાલઘર જીલ્લામાં પણ મુશળધાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી હતી.

છેલ્લા 48 કલાકમાં વરસાદે મુંબઇ સહિત થાણે પાલઘર અને રાયગડ જિલ્લામાં મુશળધાર વરસાદ પછી પણ હજી આગામી 24 કલાકની આગાહી હવામાન વિભાગે કરી છે. રાયગડ જિલ્લામાં અતિવૃષ્ટિ થવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જો કે આ આગાહી થયા બાગ મુંબઇ મહાનગર પાલિકા અને પોલીસ યંત્રણા સતર્ક છે તેવી માહિતી પણ મળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો કહેર છે તો બીજી તરફ અનેક નદીના વહેણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા હોવાથી અનેક ગામડાંઓનો સંપર્ક પણ તૂટી ગયો છે.

મુંબઈ, થાણે નવી મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરાઇ
મહારાષ્ટ્રના રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઑરેન્જ અલર્ટ જારી કર્યા બાદ ભારતીય વેધશાળાએ શુક્રવારે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

ઑરેન્જ અલર્ટ સૂચવે છે કે તંત્રએ જરૂરી કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.
વેધશાળાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઑરેન્જ અલર્ટ જારી કર્યું છે. ઑરેન્જ અલર્ટ એ તંત્રને સજ્જ રહેવા માટેની ચેતવણી છે, જ્યારે રેડ અલર્ટ તેમને પગલાં લેવાનો આદેશ આપે છે, કારણ કે તેમાં પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK