આપણા સમાજમાં આજેય દીકરીઓને બોજ માનવામાં આવે છે ત્યારે દીકરીઓ પણ પુત્રોની જેમ મહત્ત્વની હોવાનો મેસેજ આપવા માટે વિરારની પાંચ વર્ષની બાળકીએ સમુદ્રમાં ૩.૬ કિલોમીટર દૂર મધદરિયે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આવી રીતે ઉજવણી કરવા પાછળનો હેતુ ‘સેવ ગર્લ ચાઇલ્ડ’નો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો હતો.
વિરારમાં રહેતા અને પોલીસ પ્રોટેક્શન યુનિટના કૉન્સ્ટેબલ નિનાદ પાટીલની પુત્રી ઉર્વીનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો હતો. દીકરીઓની હત્યા બંધ કરીને તેમને શિક્ષિત કરીને આત્મનિર્ભર બનાવવા માટેનો તે મેસેજ આપવા માગતી હતી. આથી પિતાની જેમ સમુદ્રમાં તરીને મધદરિયે તે પરિવાર સાથે ગઈ હતી.
નિનાદ પાટીલે કહ્યું હતું કે ‘અમે બન્ને ‘સેવ ધ ગર્લ ચાઇલ્ડ’ નો સંદેશ આપવા માગતા હતા. એથી જ્યારે અરબી સમુદ્રની સ્થિતિ તરવા માટે અનુકૂળ અને શાંત હતી ત્યારે અમે ઉર્વીના જન્મદિવસની કેક કાપવા માટે બોટની અંદર બેસીને સમુદ્રની અંદર ગયા અને ત્યાં પાણીમાં ઊતરીને કેક કાપી હતી. ઉર્વીને સ્વિમિંગ કરતાં સારું આવડે છે. તેને લાઇફ જૅકેટ પહેરાવીને પાણીમાં ઉતારી હતી. કેકને થર્મોકોલ સપોર્ટ પર મૂકવામાં આવી હતી અને ફુગ્ગાથી શણગારી હતી. કેકને ધીમે-ધીમે પાણીની સપાટી ઉપર મૂકી અને ‘સેવ ધ ગર્લ ચાઇલ્ડ’ થીમ ધરાવતી કેકને કાપીને ઉજવણી કરવામાં આવી હતી.’
બાલાકોટ ચેટ્સને લઈને અરનબ પર FIR પર સસ્પેન્સ, મુંબઇ પોલીસ વિચારમગ્ન
20th January, 2021 16:18 ISTટાંકા લેવા માટે વપરાતા દોરાનું ડુપ્લિકેટિંગ કરીને વેચવા બદલ મેડિકલ સ્ટોર્સ પર રેઇડ
20th January, 2021 12:04 ISTગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTકોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ
20th January, 2021 11:38 IST