એક કરોડ કરતાં ઓછી રકમના ફ્લૅટ પર વૅટ ઓછો કરવા સરકાર તૈયાર

Published: 1st November, 2012 04:37 IST

જૂન ૨૦૦૬થી લઈને માર્ચ ૨૦૧૦ સુધીમાં જેમણે ફ્લૅટ કે બંગલો ખરીદ્યા હતા એમાં એક કરોડ રૂપિયાથી ઓછી કિંમતના ફ્લૅટ પર રાજ્ય સરકાર વૅલ્યુ ઍડેડ ટૅક્સની રકમમાં થોડી રાહત આપવા વિચારી રહી છે.

ગઈ કાલે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. નાણાપ્રધાન જયંત પાટીલ એક કરોડથી ઓછી કિંમતના ફ્લૅટ ખરીદનારાઓને થોડી રાહત આપવા તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
 ફ્લૅટની ઍગ્રીમેન્ટ વૅલ્યુના પાંચ ટકા રકમ વૅટ તરીકે લેવામાં આવે છે, પણ જો સરકાર ઇચ્છે તો આ રકમ એક ટકા સુધી નીચી લાવી શકે એમ છે. આ મુદ્દો ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર નારાયણ રાણેએ ઉપસ્થિત કર્યો હતો. ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે આ મુદ્દે સિનિયર મિનિસ્ટરો સાથે ચર્ચા કરવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK