લૉકડાઉનને કારણે આઠેક મહિના બંધ રહ્યા પછી વસઈ-વિરાર ટ્રાન્સપોર્ટ સર્વિસની પીળા રંગની બસો ડિસેમ્બર મહિનાથી ફરી શરૂ કરવામાં આવશે. કૉન્ટ્રૅક્ટર્સની સાથે પણ કેટલાક પ્રશ્નો હોવાથી સ્થાનિક લોકોને બેસ્ટ તથા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પર આધાર રાખવો પડતો હતો.
વસઈ-વિરાર મહાનગરપાલિકાના કમિશનર ગંગાધરન દેવરાજને જણાવ્યું હતું કે ‘યલો બસ શરૂ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં વર્ક ઑર્ડર્સ ઇશ્યુ કરવામાં આવશે. શરૂઆતમાં નિર્ધારિત રૂટૂસ પર ૧૦૦ બસ દોડાવવાનું અમારું આયોજન છે.’
વસઈ-વિરાર ટ્રાન્સપોર્ટ સર્વિસ ૨૦૧૨માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોનો કાફલો છે અને કૉન્ટ્રૅક્ટરની પણ પોતાની બસો છે. એ બસો ૪૩ રૂટ્સ પર દોડાવવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો ૧૮૦ ટ્રિપ્સની હેરફેર કરે છે. રોગચાળા પૂર્વે આ યલો બસમાં દરરોજ એક લાખ જેટલા લોકો પ્રવાસ કરતા હતા.
જૈનોમાં રેર ઘટના: વિરારના દેરાસરની ચોરાયેલી મૂર્તિઓ ખંડિત થતાં વિધિ કરીને થશે વિસર્જન
9th January, 2021 07:51 ISTવિરારમાં ઘરની દીવાલ પડતાં સાત વર્ષના બાળકનું મોત, બે બહેનો જખમી
3rd January, 2021 11:01 ISTવિરાર-વસઈના ગેરકાયદે ઢાબા થયા બંધ
1st January, 2021 09:45 ISTપૈસા આવ્યા, પપ્પા જતા રહ્યા
31st December, 2020 08:23 IST