Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનામાં ભડકો થવાનો : 14 વિધાનસભ્યો તલવાર તાણવાના મૂડમાં

શિવસેનામાં ભડકો થવાનો : 14 વિધાનસભ્યો તલવાર તાણવાના મૂડમાં

02 January, 2020 02:27 PM IST | Mumbai

શિવસેનામાં ભડકો થવાનો : 14 વિધાનસભ્યો તલવાર તાણવાના મૂડમાં

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી એમ ત્રણેય સત્તાધારી પક્ષમાં વરિષ્ઠ નેતાઓનો અસંતોષ વધી રહ્યો છે. આમાં સૌથી વધુ નારાજગી શિવસેનામાં જોવાઈ રહી છે. સેનાના ૧૪ વિધાનસભ્ય પક્ષના નિર્ણયથી ખુશ ન હોવાનું કહેવાય છે. આ નારાજ વિધાનસભ્યો પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક-બે દિવસમાં મળીને રજૂઆત કરે એવી શક્યતા છે.

મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ એકસાથે આવ્યા બાદ મંત્રીમંડળના વિસ્તરણ કરાયા બાદ શિવસેનામાં રાજ્યભરના જિલ્લાઓમાંથી અસંતોષના સૂર નીકળી રહ્યા છે. જેઓ અગાઉ પ્રધાન હતા એવા દિવાકર રાવતે, રામદાસ કદમ, ભાસ્કર જાધવ, રવિન્દ્ર વાયકર, દીપક કેસરકર, તાનાજી સાવંત વગેરેને અવગણીને ઉદ્ધવ ઠાકરેએ નવા ચહેરાઓને તક આપી છે. આમ કરવામાં અનેક નેતાઓનાં પત્તાં કાપવામાં આવ્યાં છે. આથી શિવસેનાના વિધાનસભ્યોમાં ચડભડ વધવાથી તે અનેક રીતે બહાર આવી રહી છે.



રામદાસ કદમ ખૂબ નારાજ હોવાથી તેઓ શિવસેનાના નેતાપદેથી રાજીનામું આપવાના મૂડમાં હોવાનું કહેવાય છે. શિવસેનાના ઓવળા-માજીવાડા વિસ્તારના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કદાચ મારી નિષ્ઠા ઓછી પડી. આગામી સમયમાં હું એ બતાવી દઈશ એવા શબ્દોમાં તેમણે પોતાની નારાજગી બોલીને બતાવી છે.


વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપીમાંથી શિવસેનામાં આવેલા કોકણના નેતા ભાસ્કર જાધવે ઉદ્ધવ ઠાકરેએ આપેલું વચન પાળ્યું નહીં હોવાનું કહીને પોતાની વ્યથા માંડી છે. હું સત્તામાં ન હોવા છતાં સત્તાધારી પક્ષમાં છું.

મારી નિષ્ઠા ક્યાં ઓછી પડી, મારી ભૂલ ક્યાં થઈ એ હું ઉદ્ધવ ઠાકરેને પૂછીશ. ઉદ્ધવ ઠાકરેને મળવાનો સમય માગ્યો છે. મને લાગે છે તેઓ મારી નારાજગી દૂર કરશે એવું જાધવે કહ્યું હતું. મંત્રીમંડળમાં મને સ્થાન મળવાની આશા હતી, પણ છેલ્લી ઘડીએ શું થયું એ મને ખબર નથી.


આ છે 14 નારાજ વિધાનસભ્યો

રામદાસ કદમ, દિવાકર રાવતે, ભાસ્કર જાધવ, દીપક કેસરકર, રવિંન્દ્ર વાયકર, તાનાજી સાવંત, સુનીલ પ્રભુ, સુનીલ રાઉત, પ્રતાપ સરનાઈક, પ્રકાશ આબિટકર, આશિષ જયસવાલ, સંજય રાયમુલકર, સંજય શિરસાટ અને અનિલ બાબર.

સંજય રાઉતના ફેસબુક પોસ્ટથી ગૂંચવાડો

નાના ભાઈ સુનીલ રાઉતને પ્રધાનમંડળમાં સ્થાન ન મળતાં નારાજ હોવાનું સંજય રાઉતે નકાર્યું છે, પરંતુ ગઈ કાલે તેમણે ફેસબુકમાં પોસ્ટ મૂકી છે એનાથી ગૂંચવાડો ઊભો થયો છે. આ પોસ્ટની રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે. પોસ્ટમાં સંજય રાઉતે લખ્યું છે કે ‘જેમણે સમર્પિત ભાવનાથી તમને સમય અને સાથ આપ્યો હોય તેવી વ્યક્તિને કાયમ સંભાળવા.’

થોડા-થોડા દિવસ કરીને પાંચ વર્ષ પૂરાં કરીશું : જયંત પાટીલ

મહાવિકાસ આઘાડી સરકાર બહુ ટકશે નહીં એવી ટીકા કરનારા દેવેન્દ્ર ફડણવીસને એનસીપીના નેતા જયંત પાટીલે ટોણો માર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી સરકારમાં તાલમેલ ન હોવાનું દેવેન્દ્ર ફડણવીસ ભલે કહેતા હોય. તેમની પાસે અત્યારે કોઈ કામ નથી. મને તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. તાલમેલ ન હોવાથી સરકાર બહુ ટકશે નહીં એવું ભલે તેઓ કહેતા હોય, પણ આમ જ થોડા-થોડા દિવસ કરીને અમે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવીશું.’

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 02:27 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK