સ્ટુડન્ટ્સને ઑનલાઇન હૉલટિકિટ આપશે યુનિવર્સિટી

Published: 28th November, 2012 04:57 IST

માર્ચ-એપ્રિલ ૨૦૧૩માં લેવામાં આવનારી પરીક્ષા માટે સ્ટુડન્ટ્સને ઑનલાઇન હૉલટિકિટ આપવાનો નિર્ણય મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં સાત લાખ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે અને હૉલટિકિટ આપવામાં થતા વિલંબના કારણે ડિગ્રી કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા સ્ટુડન્ટ્સ હેરાન-પરેશાન થતા હોય છે. વળી છેલ્લી ઘડીએ આપવામાં આવતી હૉલટિકિટમાં ભૂલો થતી હોવાથી એ સુધારવા માટે સ્ટુડન્ટ્સને કૉલેજમાં ચક્કર કાપવાં પડતાં હોય છે. ગયા વર્ષે ડિસ્ટન્સ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સને ઑનલાઇન હૉલટિકિટ આપવામાં આવી હતી. આ રીતે મળેલી હૉલટિકિટમાં સ્ટુડન્ટ્સે માત્ર કૉલેજમાં જઈને સ્ટૅમ્પ મારવાનો રહે છે. આથી આવતા વર્ષે પરીક્ષા આપનારા સાડાચાર લાખ સ્ટુડન્ટ્સને હવે ઑનલાઇન હૉલટિકિટ આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK