ઉદ્ધવના ડ્રાઇવરે યુવતીના પરિવારને કોર્ટમાં ધમકી આપી: થોડા શાંત રહને કા...

Published: Jan 09, 2020, 07:46 IST | Faizan Khan | Mumbai

ડીઆઇજી નિશિકાંત મોરે દ્વારા કથિતપણે કરાયેલી છેડતીનો ભોગ બનેલી યુવતીને દિનેકર સાળવેની ધમકી: સાળવે અગાઉ ડીઆઇજીનો પણ ડ્રાઇવર રહી ચૂક્ચો છે

પીડિતાના પિતાએ મોબાઈલથી દિનકર સાળવેનો કોર્ટમાં વીડિયો શૂટ કર્યો હતો અને જમણી બાજુએ ડ્રાઇવર દિનકર સાળવે.
પીડિતાના પિતાએ મોબાઈલથી દિનકર સાળવેનો કોર્ટમાં વીડિયો શૂટ કર્યો હતો અને જમણી બાજુએ ડ્રાઇવર દિનકર સાળવે.

મહારાષ્ટ્ર પોલીસના ડીઆઇજી નિશિકાંત મોરે પર ૧૭ વર્ષની યુવતીની છેડતીનો આરોપ મુકાયો હતો અને તેના ડ્રાઇવર રહી ચૂકેલા દિનકર સાળવેએ તે છોકરીના પિતાને ધમકી આપી હોવાની વાત સામે આવી છે. વાત એટલા માટે સિરિયસ છે કેમ કે દિનકર સાળવે હાલમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ડ્રાઇવર તરીકેની ફરજ બજાવી રહ્યો છે.

યુવતીના પિતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ડીઆઇજી નિશિકાંત મોરેના કેસમાં પનવેલ સેશન કોર્ટમાં સુનાવણી શરૂ થતાં પહેલાં એક વ્યક્તિએ મારી નજીક આવીને ધમકીના સૂરમાં કહ્યું હતું કે ‘હું ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનનો ડ્રાઇવર છું, થોડા શાંત રહને કા.’

જોકે આ વાતની ફરિયાદ પછીથી પીડિતાના પિતાએ લેખિતમાં કરી હતી. જૉઇન્ટ કમિશનર (ઍડ્િ‍મન) નવલ બજાજે આ સંદર્ભે ઍક્શન લેવાની બાંયધરી આપી હતી, જ્યારે શિવસેનાના પ્રવક્તાએ સાળવેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘સાળવેને થોડા દિવસ પહેલાં જ ઉદ્ધવજીના ડ્રાઇવર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. તે ફૅમિલી-ડ્રાઇવર નથી. એમ છતાં, આ અંગે તપાસ કરવામાં આવશે.’

સા‍ળવેનો સંપર્ક કરાતાં તેણે કહ્યું હતું કે હું કોર્ટમાં મારા કામે ગયો હતો. ઉદ્ધવ ઠાકરે તેમના મુખ્ય પ્રધાનપદના શપથગ્રહણ સમારંભમાં ગયા ત્યારે મેં તેમની કાર ડ્રાઇવ કરી હતી. હું મોરેને પણ છેલ્લાં ૧૫ વર્ષથી ઓળખું છું. મને ખબર નથી કે યુવતીનો પરિવાર મારું નામ શું કામ લઈ રહ્યો છે.

મુખ્ય પ્રધાનના કાર્યાલયનો ‘મિડ-ડે’એ સંપર્ક સાધતાં આ બાબતની ગંભીરતાથી નોંધ લેવાઈ હોવાનું કહેવાયું હતું.
આ મામલે પોલીસને તપાસ કરવા કહેવાયું હોવાનું પણ સીએમઓમાંથી જણાવાયું હતું.

સફેદ કપડાં પહેરેલો એક માણસ મારી પાસે આવ્યો હતો અને મને કાનમાં કહ્યું હતું કે હું ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેનો ડ્રાઇવર છું, થોડા શાંત રહને કા.
- યુવતીના પિતા

અમે આ મામલે યોગ્ય પગલાં લેશું
- નવલ બજાજ, જા‌ૅઇન્ટ કમિશનર

તેને તાજેતરમાં જ ઉદ્ધવજીનો ડ્રાઇવર બનાવાયો હતો. તે કાંઈ ફૅમિલી-ડ્રાઇવર નથી. આ અંગે તપાસ કરવાનું સંબંધિત અધિકારીને જણાવાયું છે
- શિવસેનાના સૂત્રો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK