છોકરાઓ સાથે અડપલાં કરતો પ્રાઇવેટ ટીચર પકડાયો

Published: 11th November, 2014 06:03 IST

એક્સ્ટ્રા લેક્ચર્સ લેવાના બહાને તે સ્ટુડન્ટ્સને રાત્રે ક્લાસમાં બોલાવતો : તેના મોબાઇલમાંથી નગ્ન વિદ્યાર્થીઓના વિડિયો પણ મળી આવ્યા


Mumbai crime: Private tutor held for molesting boy students at his Parel home


મુંબઈમાં લગભગ ૧૫ વર્ષની ઉંમરના છોકરાઓના ગ્રુપનું જાતીય શોષણ કરતા પ્રાઇવેટ ટીચરની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી છોકરાઓને એક્સ્ટ્રા ક્લાસિસને નામે ક્લાસમાં બોલાવતો અને તેમને કઢંગી રીતે અડપલાં કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ માનસિક વિકૃતિ ધરાવતા આરોપી બાબતે ભોઈવાડા પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ‘તે MSc સુધી ભણેલો છે અને ટેન્થ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને તેના પરેલ ખાતેના ઘરે ભણાવે છે. અમારી પાસે એક સ્ટુડન્ટે ફરિયાદ કરી હતી અને તેણે આ રીતે જાતીય શોષણનો ભોગ બનેલા માનવામાં આવતા બીજા બે છોકરાઓનાં નામો આપ્યાં હતાં. ફરિયાદ પ્રમાણે આ ટ્યુટર ગયા જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી સ્ટુડન્ટ્સનું જાતીય શોષણ કરતો હતો. તે એક્સ્ટ્રા લેક્ચર્સને નામે રાત્રે બોલાવીને ભણાવવાના બહાને અડપલાં કરતો હતો. તે છોકરાઓના શરીરનાં અંગો સાથે છેડછાડ કરતો અને મોબાઇલ ફોનમાં છોકરાઓના નગ્ન વિડિયો પણ ઉતારતો હતો. લેક્ચર્સ દરમ્યાન પણ તે છોકરાઓને અણછાજતા સ્પર્શ કરતો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.’

આ વિકૃત ટ્યુટર વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘મુખ્ય ફરિયાદી છોકરાને પહેલી વખત તેની વિકૃતિનો અનુભવ થતાં તે આઘાતની સ્થિતિમાં હતો. એવી ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે તેણે એ વાત તેના પપ્પાને કહી હતી. પપ્પા તેને લઈને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ માટે આવ્યા હતા. ફરિયાદ નોંધ્યા પછી તે વિકૃત ટ્યુટરને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. અમે તેણે રેકૉર્ડ કરેલી વિકૃત ક્લિપિંગ્સ પણ મેળવી છે. નાઇટ લેક્ચર્સ પછી છોકરાઓ ટ્યુટરની સાથે ક્લાસમાં જ સૂઈ જતા હતા. એ વખતે તકનો લાભ લઈને તે છોકરાઓને નિર્વસ્ત્ર કરીને તેમનું જાતીય શોષણ કરીને અશ્લીલ વિડિયો પણ ઉતારતો હતો. તેની સામે કડક કાનૂની જોગવાઈઓ હેઠળ ગુના નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. તેને ભોઈવાડા કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રટે તેને ૧૪ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડીનો ઑર્ડર આપ્યો હતો.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK