મુંબઈની આ ટ્રાવેલ કંપની હોલિડે પેકેજમાં કોવિડ વૅક્સિનનું પ્રોમિસ કરે છે

Published: 26th November, 2020 20:32 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ખર્ચમાં પ્લેનની ટિકીટનું ભાડુ, હૉટેલમાં રહેવાનુ અને નાસ્તો તેમ જ કોવિડ વેક્સિનના એક ડોઝનો પણ સમાવેશ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મુંબઈ સ્થિત એક ટ્રાવેલ કંપની પ્રવાસીઓને ઑફર કરી રહી છે કે રૂ.1.75 લાખમાં ચાર દિવસ યુનાઈટેડ સ્ટેટ્સમાં ફરવાની સાથે કોવિડ-19ની વેક્સિન પણ મળશે. ત્રણ દિવસ અને ચાર રાતનું આ મુંબઈથી ન્યુ યોર્ક અને રિટર્ન પેકેજ છે. ખર્ચમાં પ્લેનની ટિકીટનું ભાડુ, હૉટેલમાં રહેવાનુ અને નાસ્તો તેમ જ કોવિડ વેક્સિનના એક ડોઝનો પણ સમાવેશ છે.

એડલવિસ મ્યુચ્યુઅલ ફંડ્સની સીઈઓ રાધિકા ગુપ્તાએ ટ્વીટરમાં એક વોટ્સએપ મેસેજનો સ્ક્રિનશોટ પાડીને શૅર કર્યો હતો. આ મેસેજમાં કંપની  ડિસેમ્બર મહિનાની યુએસ ટૂર પેકેજ ઑફર કરી રહી છે જેમાં અમેરિકાના બજારમાં ટૂંક સમયમાં આવનારી ફાઈઝર વેક્સિન પણ પ્રવાસીઓને ઑફર કરી રહી છે. અમેરિકામાં આ વેક્સિન 11 ડિસેમ્બરથી અધિકૃતપણે વેચાશે અને શરૂઆતમાં અમૂક વીવીઆઈપી ગ્રાહકોને આપવામાં આવશે, એમ પણ આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાચોઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 524 લોકોએ જીવ ગુમાવ્યા

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે અમે વેકસિન પર્યટન વિકસાવી રહ્યા છે. અમારી પાસે કોઈ વેક્સિન નથી કે અમે પ્રાપ્ત પણ કરવાના નથી. અમેરિકાના કાયદા મુજબ વેક્સિનની વ્યવસ્થા થશે. અત્યારે કઈ પણ કહી શકાય નહીં. અમે કોઈ એડવાન્સ કે ડિપોઝીટ સ્વિકારી રહ્યા નથી. અમને ફક્ત તમારુ રજીસ્ટ્રેશન જોઈએ છે. ત્યારબાદ આરોગ્ય વિભાગના હિસાબે અધિકૃત પરવાનગી લઈને બાકીની પ્રક્રિયા કરવામાં આવશે.

 • 1/7
  કોરોના મહામારી જ્યારથી શરૂ થઈ છે, ત્યારથી બધા વૈજ્ઞાનિકો અને મેડિકલ એક્સપર્ટ્સ આ વિશે વધુ ને વધુ માહિતી એકઠી કરવામાં લાગેલા છે, પણ હજીએ ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે સ્પષ્ટ માહિતી નથી. ખાસ કરીને વાત જ્યારે કોવિડ-19ને સમજવાની અને તેના લક્ષણોને ઓળખવાની આવે છે, જેની માહિતી સામાન્ય લોકોને નથી.

  કોરોના મહામારી જ્યારથી શરૂ થઈ છે, ત્યારથી બધા વૈજ્ઞાનિકો અને મેડિકલ એક્સપર્ટ્સ આ વિશે વધુ ને વધુ માહિતી એકઠી કરવામાં લાગેલા છે, પણ હજીએ ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે સ્પષ્ટ માહિતી નથી. ખાસ કરીને વાત જ્યારે કોવિડ-19ને સમજવાની અને તેના લક્ષણોને ઓળખવાની આવે છે, જેની માહિતી સામાન્ય લોકોને નથી.

 • 2/7
  કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો કોરોનાવાયરસ મહામારી શરૂ થતાં જ, આની સાથે જોડાયેલા કેટલાક લક્ષણો બધાંને સમજાઇ ગયા હતા, તો હવે લક્ષણોની લિસ્ટ પણ ઝડપથી વધતી જાય છે, પણ તેમ છતાં કેટલાક લક્ષણો એવા છે, દે દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે જેમાં- 1. તાવ 2. સુકી ઉધરસ 3. ગળામાં ખરાશ 4. નાક વેહવું 5. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ 6. થાક 7. પેટ સાથે સંબંધી ઇન્ફેક્શન 8. સૂંઘવાની અને સ્વાદની શક્તિ ખતમ થઈ જવી.

  કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો
  કોરોનાવાયરસ મહામારી શરૂ થતાં જ, આની સાથે જોડાયેલા કેટલાક લક્ષણો બધાંને સમજાઇ ગયા હતા, તો હવે લક્ષણોની લિસ્ટ પણ ઝડપથી વધતી જાય છે, પણ તેમ છતાં કેટલાક લક્ષણો એવા છે, દે દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે જેમાં-
  1. તાવ
  2. સુકી ઉધરસ
  3. ગળામાં ખરાશ
  4. નાક વેહવું
  5. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
  6. થાક
  7. પેટ સાથે સંબંધી ઇન્ફેક્શન
  8. સૂંઘવાની અને સ્વાદની શક્તિ ખતમ થઈ જવી.

 • 3/7
  કોવિડ-19ના લક્ષણો જે સામાન્ય નથી ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ કોરોનાવાયરસના સૌથી સામાન્ય લક્ષણો છે. એવામાં ઘણાં લોકો તે લક્ષણો તરફ આંખ આડા કાન કરે છે, જે વાયરસથી સંક્રમિત લોકોમાં ખૂબ જ ઓછા સામાન્ય કે અશક્ય જેવા હોય છે.

  કોવિડ-19ના લક્ષણો જે સામાન્ય નથી
  ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ કોરોનાવાયરસના સૌથી સામાન્ય લક્ષણો છે. એવામાં ઘણાં લોકો તે લક્ષણો તરફ આંખ આડા કાન કરે છે, જે વાયરસથી સંક્રમિત લોકોમાં ખૂબ જ ઓછા સામાન્ય કે અશક્ય જેવા હોય છે.

 • 4/7
  જેમ કે પેટમાં દુઃખાવો કે પેટને લગતી તકલીફો અમેરિકન જર્નલ ઑફ ગેસ્ટ્રોએન્ટરોલૉજી દ્વારા પ્રકાશિક એક રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસના દર્દીઓમાં ગંભીર ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સમસ્યા પેદા કરી શકે છે. ચીનમાં 204 દર્દીઓમાં દોવામાં આવ્યું કે 48.5 ટકા પેટની તકલીફોથી પીડાતા હતા. દર્દીઓએ કોરોનાના અન્ય લક્ષણો દેખાતા પહેલા પેટના દુઃખાવાની ફરિયાદ કરી હતી. આ સિવાય ઝાડાં, ઉલ્ટી અને કબજિયાત જેવી તકલીફો પણ જોવા મળી.

  જેમ કે પેટમાં દુઃખાવો કે પેટને લગતી તકલીફો
  અમેરિકન જર્નલ ઑફ ગેસ્ટ્રોએન્ટરોલૉજી દ્વારા પ્રકાશિક એક રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસના દર્દીઓમાં ગંભીર ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સમસ્યા પેદા કરી શકે છે. ચીનમાં 204 દર્દીઓમાં દોવામાં આવ્યું કે 48.5 ટકા પેટની તકલીફોથી પીડાતા હતા. દર્દીઓએ કોરોનાના અન્ય લક્ષણો દેખાતા પહેલા પેટના દુઃખાવાની ફરિયાદ કરી હતી. આ સિવાય ઝાડાં, ઉલ્ટી અને કબજિયાત જેવી તકલીફો પણ જોવા મળી.

 • 5/7
  આંખમાં સંક્રમણ સામાન્ય નથી તેમ છતા પણ છે... કોવિડ-19ના દર્દીએમાં આંખનું સંક્રમણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યું છે. આંખનું ઇન્ફેક્શન જેને કન્જેક્ટિવાઇટિસ કહેવામાં આવે છે, આંખમાં સોજો, દુઃખાવો અને આંખ લાલ થઈ જવી. આ લક્ષણ કોરોનાના દર્દીઓમાં ઓછો જોવા મળ્યો છો. જેમાં આંખ લાલ થઈ જાય છે અને તેમાં ઘણીવાર ખંજવાળ આવે છે.

  આંખમાં સંક્રમણ સામાન્ય નથી તેમ છતા પણ છે...
  કોવિડ-19ના દર્દીએમાં આંખનું સંક્રમણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યું છે. આંખનું ઇન્ફેક્શન જેને કન્જેક્ટિવાઇટિસ કહેવામાં આવે છે, આંખમાં સોજો, દુઃખાવો અને આંખ લાલ થઈ જવી. આ લક્ષણ કોરોનાના દર્દીઓમાં ઓછો જોવા મળ્યો છો. જેમાં આંખ લાલ થઈ જાય છે અને તેમાં ઘણીવાર ખંજવાળ આવે છે.

 • 6/7
  ભ્રમની સ્થિતિ કોરોનાવાયરસના દર્દીઓમાં ભ્રમની સ્થિતિ જેવા લક્ષણોનો અનુભવ કરી શકે છે, જ્યારે કોવિડ-19 રોગીઓમાં થાક એક સામાન્ય લક્ષણ તરીકે જોવામાં આવે છે. કેટલાય લોકોએ માનસિક થાક પણ રિપૉર્ટ કર્યો છે, જેને ભ્રમ પણ કહેવામાં આવે છે.

  ભ્રમની સ્થિતિ
  કોરોનાવાયરસના દર્દીઓમાં ભ્રમની સ્થિતિ જેવા લક્ષણોનો અનુભવ કરી શકે છે, જ્યારે કોવિડ-19 રોગીઓમાં થાક એક સામાન્ય લક્ષણ તરીકે જોવામાં આવે છે. કેટલાય લોકોએ માનસિક થાક પણ રિપૉર્ટ કર્યો છે, જેને ભ્રમ પણ કહેવામાં આવે છે.

 • 7/7
  કોરોના વાયરસના સામાન્ય લક્ષણો પર બધાનું ધ્યાન હોવું જરૂરી છે, પણ આના સામાન્ય લક્ષણો આગળ આંખ આડા કાન કરવા જોખમી સાબિત થઇ શકે છે. તમારે દરવખતે સતર્ક રહેવાની જરૂર છે, જેવા લક્ષણો દેખાય છે તેમ તરત ટેસ્ટ કરાવવી.

  કોરોના વાયરસના સામાન્ય લક્ષણો પર બધાનું ધ્યાન હોવું જરૂરી છે, પણ આના સામાન્ય લક્ષણો આગળ આંખ આડા કાન કરવા જોખમી સાબિત થઇ શકે છે. તમારે દરવખતે સતર્ક રહેવાની જરૂર છે, જેવા લક્ષણો દેખાય છે તેમ તરત ટેસ્ટ કરાવવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK