મુંબઈ: ટીવી પ્રસારણના બ્લૅક આઉટની તૈયારી : મોટા પાયે ટેકાની અપીલ

Published: Apr 03, 2019, 12:07 IST | જયેશ શાહ

આમઆદમીને લૂંટતી ટીવી-ચૅનલો અને ટ્રાઇ સામેનું અભિયાન તેજ

ચળવળકાર રવિ નાયર વિશેષ રૂપે તૈયાર કરાયેલા ટી-શર્ટમાં.
ચળવળકાર રવિ નાયર વિશેષ રૂપે તૈયાર કરાયેલા ટી-શર્ટમાં.

ગરીબ, નીચલા મધ્યમ તેમ જ મધ્યમ વર્ગ માટે સૌથી સસ્તું ગણાતું મનોરંજન એટલે ટીવી મનોરંજન. દેશમાં ૧૪ કરોડ જેટલા ટીવી દર્શકો માથે ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ ટીવી-ચૅનલો જોવા માટે સેટ ટૉપ બૉક્સ અને ટૅરિફ પ્લાનના નવા નિયમો ગયા વર્ષે જાહેર કર્યા હતા અને આ નિયમો ૩૧ માર્ચ 20૧૯ સુધીમાં લાગુ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ આ નિર્દેશને બે મહિના માટે મુલતવી રાખીને એની ડેડલાઇન ૩૧ મે 20૧૯ કરવાનું TRAIએ જાહેર કર્યું હતું. એક જાણકારી મુજબ હજી પણ ૪૫ ટકા કેબલ-ટીવીના ગ્રાહકોએ નવા નિયમો અપનાવ્યા નથી. TRAIએ ટીવી-ચૅનલો જોવા માટે હાલમાં જાહેર કરાયેલા નવા નિયમોને કારણે ગ્રાહકોનાં બિલ બમણાં થઈ ગયાં છે.

કેબલ રેન્ટમાં નવા નિયમોને લીધે ગ્રાહકોનાં બિલ બમણાં થઈ ગયાં એની સામે શહેરના એક કાર્યકર્તાએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે અને એને વાચા આપતા ન્યુઝ ‘મિડ-ડે’એ પ્રસિદ્ધ કર્યા બાદ આમઆદમીનો ટ્રાઇ સામે રોષ વધતો જાય છે. દેશમાં આશરે ૧૫ લાખ અને મહારાષ્ટ્રમાં ૪૦,૦૦૦ કેબલ ઑપરેટરોના પરિવારો માથે નવા નિયમોને કારણે બેકારીનો ઓછાયો પડી ગયો છે. એવા સજોગોમાં કેબલ-ઑપરેટરો અને ટીવી-દર્શકો મળીને આગામી દિવસોમાં ટીવી-બ્લૅક આઉટનો કાર્યક્રમ જાહેર કરવાનું નક્કી કરી રહ્યા હોવાની માહિતી જાણવા મળી છે.

કેબલ-ઑપરેટરે શું કહ્યું?

શહેરમાં ૧૯૮૩ની સાલથી કેબલ-ઑપરેટરનું કામ કરી રહેલા અને કેબલ- ઑપરેટર્સ ઍન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ અસોસિએશન (CODA)ના ટીમસભ્ય ચેમ્બુરના શિવ કેબલના રાજુ પાટીલે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘દેશમાં કેબલ-ઑપરેટરના બિઝનેસ સાથે સંકળાયેલા ૧૫ લાખ લોકો અને તેના પરિવારો પર આફત પડી છે. અમારા અને ગ્રાહકોના ભોગે ટીવી-બ્રૉડકાસ્ટરોને નવા નિયમથી ફાયદો થયો છે. કેન્દ્ર સરકારે વર્ષ 20૦૩માં કેબલ ઍડ્રેસીબલ સિસ્ટમ (CAS)ના નિયમ અનુસાર બ્રૉડકાસ્ટરોને રૂપિયા પાંચ મળતા હતા, પરંતુ નવા નિયમોને કારણે એક સેટ ટૉપ બૉક્સ દીઠ બ્રૉડકાસ્ટરોને જાહેરાતની રેવન્યુમાંથી ૧૫૦ રૂપિયા અને રેન્ટ ફીના અલગથી ચાર્જ દર મહિને મળે છે. TRAIના નવા નિયમની આ ઉધાડી લૂંટ છે. પબ્લિક અગર ચાહતી હે, તો ઉનકા ઑપિનિયન મિલને કે બાદ હમ જયાદા રેન્ટ લેનેવાલી ચૅનલોકો બ્લૅક આઉટ કરને કા અભિયાન ગ્રાહકો કે સાથ મિલકર ચલાયેંગે. હાલમાં પણ બાળકો માટેની હંગામા ચïૅનલ પર ફરજિયાત આઇપીએલની મૅચો દર્શાવવામાં આવે છે. છેલ્લા નિયમો બદલ્યા પછી ટીવી-બ્રૉડકાસ્ટરની આવકમાં વધારો થયો છે. નવી નીતિ મુજબ કેબલ-ઑપરેટરો તો બરબાદ થઈ ગયા છે અને આમઆદમી પણ ભાડાના વધારાના બોજાથી પરેશાન થઈ ગયો છે. ૧૦૦ રૂપિયાની ટિકિટ લઈને એક જણ થિયેટરમાં ફિલ્મ જોવા જાય અને ઘરમાં ટીવી જોવા માટે એકસરખો એટલે કે ૧૮ ટકા GST લાદીને સરકારે આમજનતાની મશ્કરી કરી છે.’

નવા નિયમ વિશે તેમનો પક્ષ જાણવા ‘મિડ-ડે’એ TRAIના સેક્રટરી એસ. કે. ગુપ્તાનો સંર્પક કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઊંચક્યો નહીં અને મેસેજનો જવાબ પણ આપ્યો નહોતો.

ચળવળકારે શું કહ્યું?

બીજી તરફ લોકસમર્થન મળતાં આ ચળવળ ચલાવનાર રવિ નાયરે આ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘cable@199onlyને વ્યાપક સમર્થન આપતા ઈ-મેઇલ્સ મળી રહ્યા છે. મેં જે કૅમ્પેન ચલાવ્યું એમાં મને આમઆદમીનો ટેકો મળી રહ્યો છે. અમે ટૂંક સમયમાં પબ્લિક ઑપિનિયન મેળવી ૨.૫૦ રૂપિયાથી વધુ ચાર્જ લેતી ટીવી-ચૅનલ્સો સામે વિરોધ કરવા અને એ ચૅનાલો બ્લૅક આઉટ કરવા અમે સોશ્યલ મીડિયાના માધ્યમથી સપોર્ટ મેળવી રહ્યા છીએ. શહેરના ઘણા કેબલ-ઑપરેટરે પણ આ અમારી ઝુંબેશને આવકારી છે અને તેમનું કહેવું છે કે ટીવી-બ્રૉડકાસ્ટર ઉદ્યોગ દ્વારા ભારતીય ટીવી-દર્શકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.’

આ પણ વાંચો : મુંબઈ યુનિવર્સિટી પેપર્સના ઇવૅલ્યુએશન પર્ફોર્મન્સને આધારે સંલગ્ન કૉલેજોને સર્ટિફિકેટ્સ આપશે

અભિયાનમાં જોડાવા અપીલ

ટીવી-ચૅનલો જોવાના ઊંચા દર મામલે શહેરના નાગરિકોને આ અભિયાનમાં જોડાવા રવિ નાયરે અપીલ કરી છે અને ફિક્સ ૧૯૯ રૂપિયામાં તમામ ટીવીની ચૅનલ્સની માગણી માટે એકજૂટ થવા અને ફીડબૅક માટે cable199only@rediffmail.com પર મેઇલ કરવા વિનંતી કરી છે. જ્યારે મુંબઈના કેબલ-ઑપરેટરોને બ્લૅક આઉટ અભિયાનમાં ટેકો આપવા ટીવી-ગ્રાહકોએ vt_patil123@yahoo.com પર ટેકો જાહેર કરવા રાજુ પાટીલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK