Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ટ્રાફિક પૉલીસ હવેથી તમારી સાથે આવી રીતે વાત કરશે...

મુંબઈમાં ટ્રાફિક પૉલીસ હવેથી તમારી સાથે આવી રીતે વાત કરશે...

15 October, 2020 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં ટ્રાફિક પૉલીસ હવેથી તમારી સાથે આવી રીતે વાત કરશે...

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


તમારી ટુ-વ્હિલર કે ફોર-વ્હિલરમાં તમે ફરવા નીકળો અને તમને ખબર હોય અથવા ભૂલી જાઓ  કે એકાદ દસ્તાવેજ તમારે રિન્યુ કરવાના બાકી છે અને જો ટ્રાફિક પૉલીસ તમને બાજુમાં લઈને તમારા દસ્તાવેજ તપાસે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. કૉલેજના વિદ્યાર્થીઓ તો જાણે ટ્રાફિક પૉલીસથી એક રીતે ડરતા જ હોય છે.

ડરવા પાછળનું કારણ કે ટ્રાફિક પૉલીસ થોડાક કડક થઈને વાત કરે તો સામી વ્યક્તિ થોડુક દબાણમાં આવી જતુ હોય છે. લોકોનો ટ્રાફિક પૉલીસ પ્રત્યેનો આ અભિગમ બદલવા માટે તાજેતરમાં જ જોઈન્ટ કમિશનર ઓફ પૉલીસ (ટ્રાફિક) યશસ્વી યાદવે ટ્રાફિક પૉલીસમેનનો સૌમ્યતા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, જે ટ્રાફિકના નિયમનો ભંગ કરે તેની પાસેથી દંડ વસૂલીશું પરંતુ તેમાં એક વિવેક હશે. મે અધિકારીઓને કહ્યું છે કે તેઓ નાગરિકોને ‘સર’, ‘મેડમ’ અથવા ‘શ્રીમાન’, ‘શ્રીમતિ’ કહે, એમ હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.



તેમણે ઉમેર્યું કે, અમે નોંધ્યું છે કે વાહનચાલક અને ટ્રાફિક પૉલીસ વચ્ચે ઘણી મગજમારી થતી હોય છે. મોટા ભાગના કેસમાં તોછડાઈપણાને લીધે લોકો ટ્રાફિક પૉલીસથી દૂર રહેતા હોવાનું સમજાય છે. આથી જ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે જેથી ટ્રાફિક પૉલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે એક જોડાણ થાય. જે વ્યક્તિ ટ્રાફિકનો નિયમનો ભંગ કરે તેને ખબર જ હોય છે કે તેણે શું ખોટુ કર્યું. આ જ વાત તેમને વ્યવસ્થિતરીતે કહેવામાં  તો તેઓ બીજી વાર આવી ભૂલ નહીં કરે. મારુ માનવું છે કે સારી રીતે અને શાંતિથી વાત કરવાથી પોલીસ અને નાગરિક વચ્ચેનું કમ્યુનિકેશન સુધરશે.


યાદવે કહ્યું કે, પોતાનું વર્તન બદલવા માટે ર્ટ્રાફિક અધિકારીઓને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ તોછડાઈપણાથી વાત કરશે તો તેમના વિરુદ્ધ પગલા લેવાશે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK