બૉમ્બે ટુ ગોવા માત્ર ૭૮૨ રૂપિયામાં

Published: 28th December, 2011 04:42 IST

થર્ટીફસ્ર્ટ નાઇટની ઉજવણી માટે જો તમારે ગોવા પ્રાઇવેટ બસમાં જવું હોય તો બસભાડું છે ૩૦૦૦થી લઈને ૪૦૦૦ રૂપિયા. પ્લેનની ટિકિટનો ભાવ તો આકાશને આંબી ગયો હોય એમ ૭૦,૦૦૦ રૂપિયાએ પહોંચ્યો છે.

 

આ બધાં ભાડાં જોતાં ગોવા જવાનો પોતાનો કાર્યક્રમ માંડી વાળતા લોકો માટે આનંદના સમાચાર છે. એસી ટ્રેનમાં બેસીને માત્ર ૭૮૨ રૂપિયામાં ગોવા જવાની તક સેન્ટ્રલ રેલવે દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૨૮ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી દરમ્યાન રેલવે દ્વારા ચાર ટ્રેન મુંબઈથી મડગાંવ જશે. આજે આ ટ્રેન સીએસટીથી રાત્રે ૧૧.૫૫, ૩૦ ડિસેમ્બરે ૮.૩૫, ૧ જાન્યુઆરીએ રાત્રે ૧૧.૫૫ અને ૩ જાન્યુઆરીએ રાત્રે ૧૧.૫૫ વાગ્યે ઊપડશે. ત્યાંથી પાછા આવવાની ટ્રેન ૨૯ ડિસેમ્બરે બપોરે ૩.૨૦, ૩૧ ડિસેમ્બરે રાત્રે ૯.૨૦, બીજી અને ચોથી જાન્યુઆરીએ રાત્રે ૧૧.૩૦ વાગ્યે ઊપડશે. આ એસી ટ્રેનનું ભાડું ૭૮૨થી લઈને ૧૭૯૯ રૂપિયા રાખવામાં આવ્યું છે. આમ સસ્તું ભાડું અને ગોવામાં ઉજાણી કરવાની તક ગોવાપ્રેમીઓ માટે સામેથી આવી છે જેનું બુકિંગ આજથી શરૂ થશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK