Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ મહારાજસાહેબે કોરોનાની પીડામાંથી દુનિયાને મુક્ત કરાવવાનો સંકલ્પ લીધો

આ મહારાજસાહેબે કોરોનાની પીડામાંથી દુનિયાને મુક્ત કરાવવાનો સંકલ્પ લીધો

20 November, 2020 07:43 AM IST | Mumbai
Mumbai Correspondent

આ મહારાજસાહેબે કોરોનાની પીડામાંથી દુનિયાને મુક્ત કરાવવાનો સંકલ્પ લીધો

વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ

વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ


મુંબઈના કાંદિવલીમાં બિરાજમાન જૈનાચાર્ય વિજયભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ૫૪ વર્ષના જૈનાચાર્ય પરમ પૂજ્ય વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ છેલ્લા ૧૫૦ દિવસથી ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. તેઓ ૧૮૦ ઉપવાસની ઉગ્ર સાધના કરી રહ્યા છે. આ ઉપવાસની તપશ્ચર્યા કરવા પાછળ તેમનો સંકલ્પ સમગ્ર જગતના જીવોને કોરોનાની અને લૉકડાઉનની પીડામાંથી મુક્ત કરવાનો છે. તેમના ૧૮૦ ઉપવાસનું પારણું ૨૦ ડિસેમ્બરે આવશે.

આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આ અગાઉ ત્રણ વખત ૧૮૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી ચૂક્યા છે. અત્યારે તેઓ ચોથી વખત ૧૮૦ ઉપવાસની ઉગ્ર સાધના કરી રહ્યા છે. તેમનો આજે ૧૫૧મો ઉપવાસ છે.



આ જૈનાચાર્યની સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ જૈનાચાર્ય દર ૧૬મા દિવસે બોરીવલીના મંડપેશ્વર જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ, બોરીવલીના ગીતાંજલિ નગરમાં બિરાજમાન આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને બોરીવલીના રૉયલ કૉમ્પ્લેક્સમાં બિરાજમાન વિજયવરબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ પાસે પગપાળા વિહાર કરીને બીજા ૧૬ ઉપવાસનાં પચ્ચક્‍ખાણ ગ્રહણ કરવા જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 07:43 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK