ગુજરાતી ગર્લે એક મ‌હિનામાં બનાવ્યા બે રેકૉર્ડ

Published: Sep 26, 2020, 11:20 IST | Urvi Shah Mestry | Mumbai

અંધેરીની રુચિતા બાવ‌ડિયા ૩૦ સેકન્ડમાં ૭પ અને એક ‌મિ‌નિટમાં ૧૪૦ જ‌મ્પિંગ જૅક્સ કરીને વર્લ્ડ રેકૉર્ડ્સ ઑફ ઇ‌‌ન્ડિયામાં મેળવ્યું છે સ્થાન

ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ સાથે રુ‌ચિતા બાવ‌ડિયા
ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ સાથે રુ‌ચિતા બાવ‌ડિયા

અંધેરી-વેસ્ટમાં રહેતી એકવીસ વર્ષની રુ‌ચિતા બાવ‌ડિયા એ તાજેતરમાં ૩૦ સેકન્ડમાં ૭પ તેમ જ એક ‌મિ‌નિટમાં ૧૪૦ જમ્પિંગ જૅક્સ કરીને ઇ‌‌ન્ડિયા વર્લ્ડ રેકૉર્ડ્સ બનાવનારી પહેલી ભારતીય ગર્લ છે. રુ‌‌ચિતા બાવ‌ડિયાને બે ગોલ્ડ મેડલ્સ, ટ્રૉફી, બે સ‌ર્ટિફિકેટ, એક ગોલ્ડ સ‌ર્ટિ‌ફિકેટ વર્લ્ડ રેકૉર્ડ્સ ઑફ ઇન્ડિયાનાં ‌સિ‌નિયર એચઓડી સુષમા તામ્બડકર, સંજય નાર્વેકર તેમ જ પ્રે‌સિડન્ટ પવન સોલંકીના હસ્તે આપવામાં આવ્યાં હતાં. રુ‌ચિતાએ પોતાની સફળતાનો શ્રેય પેરન્ટ્સ અને કૉચને આપ્યો હતો.

મને બાળપણથી જ સ્પોર્ટ્સ, જિમ્નેસ્ટિક અને યોગા પ્રત્યે વધુ રસ હતો એમ કહેતાં મૂળ સુરતની અને હાલમાં અંધેરીમાં રહેતી રુ‌‌ચિતા બાવ‌ડિયાએ ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે બે વર્ષ મેં મુંબઈમાં જિમ્નેસ્ટિકની ટ્રે‌નિંગ લીધી હતી. મારા કૉચ સુહાસ લોહારે મને રેકૉર્ડ માટે ઇન્ફર્મેશન આપી હતી, લૉકડાઉન હોવાથી હું મારા ઘરે સુરત હતી એટલે મેં પહેલાં એક શિડ્યુલ બનાવ્યું અને ટાઇમર લગાવી ધીરે-ધીરે પ્રૅક્ટિસ ચાલુ કરી હતી. લાસ્ટ રેકૉર્ડ એ ૬૯નો હતો એટલે મને એ તોડવો હતો અને મેં મહેનત કરીને એક મહિના બાદ મેં ૩૦ સેકન્ડમાં ૭પ જમ્પિંગ જૅક્સનો રેકૉર્ડ બનાવ્યો હતો, ત્યાર બાદ મારા કૉચે મને કહ્યું કે હજી એક વન મિનિટનો રેકૉર્ડ છે. એટલે એક ‌મિનિટનો રેકૉર્ડ બનાવવા મેં ફરી વધુ મહેનત શરૂ કરી અને પહેલીવાર કર્યું ત્યારે એકસો વીસ, એકસો તીસ, એક વીક પછી એમાં બે વધ્યા. એમ કરી-કરીને એકસો ચાલીસનો રેકૉર્ડ મેં બનાવ્યો હતો. આ ‌સિવાય અંદાજે વીસ જેટલી કૉમ્પિટિશન નૅશનલ લેવલે હું રમી ચૂકી છું, એક કૉમ્પિટિશન ૨૦૧૦માં મેં ઇન્ટરનૅશનલ લેવલે રમી હતી જેમાં છઠ્ઠો રેન્ક આવ્યો હતો. હું સ્પોર્ટ્સમાં જ આગળ વધવા માગું છું અને ૨૦૨૮ સુધી ઑલિમ્પિકમાં જવાનો મારો ગૉલ છે.

રુ‌‌ચિતા બાવડિયાએ વર્લ્ડ રેકૉર્ડ્સ ઇ‌‌ન્ડિયા બનાવવા બે મ‌હિના સખત મહેનત કરી હતી એમ કહેતા રુ‌ચિતાના કૉચ સુહાસ લોહારે ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે રુ‌ચિતાએ બે વર્ષ કડી મહેનત કરી હતી. મને રુ‌ચિતા પર ‌વિશ્વાસ હતો કે તે રેકૉર્ડ બનાવી શકશે એથી મેં રુ‌ચિતાને વર્લ્ડ રેકૉર્ડ્સ ઇ‌‌ન્ડિયા બાબતે મા‌‌હિતી આપી અને રુ‌ચિતાએ બે મ‌હિના મહેનત કરી અને અંધેરી-વેસ્ટના આઝાદનગરમાં ઑગસ્ટ મહિનામાં બે રેકૉર્ડ બનાવ્યા અને ૧૩ સપ્ટેમ્બરના રુચિતાને બે ગોલ્ડ મેડલ્સ, બે સર્ટ‌િફિકેટ, ટ્રોફી અને એક સ્પે‌શિયલ ગોલ્ડ સ‌‌ર્ટિ‌ફિકેટ આપવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK