Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટંટ ખતરનાક, અંજામ ભયાનક? કાંદિવલીનો આ વિડિયો થયો વાઇરલ

સ્ટંટ ખતરનાક, અંજામ ભયાનક? કાંદિવલીનો આ વિડિયો થયો વાઇરલ

15 October, 2020 07:37 AM IST | Mumbai
Mumbai Correspondent

સ્ટંટ ખતરનાક, અંજામ ભયાનક? કાંદિવલીનો આ વિડિયો થયો વાઇરલ

સ્ટંટ ખતરનાક

સ્ટંટ ખતરનાક


કાંદિવલી-વેસ્ટમાં એક ઊંચી ઇમારત પર જીવલેણ સ્ટન્ટ કરી રહેલા બે યુવાનોનો વિડિયો વાઇરલ થયો હતો. વિડિયોમાં યુવકો ફ્લૅટની બહારના છજ્જા પર શીર્ષાસન ઊભા રહેલા દેખાય છે. યુવકનો આ જોખમી સ્ટન્ટ તેનો મિત્ર પોતાના મોબાઇલમાં રેકૉર્ડ કરી રહ્યો છે. સ્ટન્ટ કર્યા બાદ યુવક ઉપર ચડીને કોઈક એનર્જી-ડ્રિન્ક પી રહ્યો છે.

જોખમી વિડિયો વાઇરલ થયા બાદ કાંદિવલી પોલીસે બે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ બન્ને યુવકો એક સ્ટન્ટ ગ્રુપના મેમ્બર છે. તેઓ આવા ખતરનાક સ્ટન્ટ કરીને હિટ્સ મેળવવા માટે તેના વિડિયો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરે છે.



આ વિડિયો કાંદિવલી-વેસ્ટમાંના કોઈક હાઇરાઇઝ ઇમારતનો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 07:37 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK