જ્વેલરી શૉપમાંથી ચોર સીસીટીવી કૅમેરાની હાર્ડ ડિસ્ક પણ ઉપાડી ગયા

Published: Dec 22, 2011, 07:45 IST

નાલાસોપારામાં મંગળવારે પેટ્રોલપમ્પ પર બે લાખ રૂપિયાની ચોરી થયા બાદ ગઈ કાલે સેન્ટ્રલ પાર્કમાં જ સરગમ જ્વેલર્સ નામની દુકાનમાં દીવાલમાં બાકોરું પાડી ૧૦ કિલો ચાંદી અને ૨૦૦ ગ્રામ સોનું મળી સાડાપાંચ લાખ રૂપિયાની ચોરી થતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે.

નવાઈની વાત એ છે કે દુકાનમાં સલામતી માટે મૂકવામાં આવેલા સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટીવી) કૅમેરાની હાર્ડ ડિસ્ક પણ ચોર ઉપાડી ગયા હતા, આથી પોલીસ માટે ચોરને પકડવાનું કામ અંધારામાં તીર ચલાવવા જેવું બની ગયું છે.

ગઈ કાલે પરોઢિયે ચોરીનો બનાવ બન્યો હતો. સરગમ જ્વેલર્સના માલિક ભંવરસિંહે ગઈ કાલે દુકાન ખોલી ત્યારે ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું હતું.

સીસીટીવી કૅમેરાની હાર્ડ ડિસ્ક પણ ચોરાઈ જતાં કેવી રીતે ચોરી થઈ એ જાણી નહીં શકાય.

નાલાસોપારામાં જે રીતે ચોરીના કેસ વધી રહ્યા છે એ જોતાં પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભા થાય છે. એવું લાગે છે કે ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK