Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈ-ભાઈ... પ્રેમ હોય તો આવો : જીવ્યા સાથે, અંત 10 દિવસની અંદર જ

ભાઈ-ભાઈ... પ્રેમ હોય તો આવો : જીવ્યા સાથે, અંત 10 દિવસની અંદર જ

22 September, 2020 12:53 PM IST | Mumbai
Preeti Khuman Thakur

ભાઈ-ભાઈ... પ્રેમ હોય તો આવો : જીવ્યા સાથે, અંત 10 દિવસની અંદર જ

રમેશ-ભરત કાપડિયાની જોડીએ સાથે વિદાય લીધી.

રમેશ-ભરત કાપડિયાની જોડીએ સાથે વિદાય લીધી.


વિરાર-વેસ્ટમાં યશવંતનગરમાં રહેતા કાપડિયાપરિવારે બે વડીલને એકસાથે ગુમાવી દીધા છે. ૭૦ વર્ષના રમેશભાઈ અને ૬૭ વર્ષના ભરતભાઈ કાપડિયા નામના બે સગા ભાઈઓનો કોરોનાએ ભોગ લીધો હોવાની આઘાતજનક ઘટના બની હતી. એક ભાઈએ ૯ સપ્ટેમ્બરે તો બીજાએ ૧૮ સપ્ટેમ્બરે સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. બન્ને ભાઈ ટેલરિંગનું કામ કરતા હતા. નાનપણથી એક ભાઈ કપડાનું કટિંગ અને બીજા ભાઈ સીવવાનું કામ કરતા હતા. આમ તેઓ જીવનભર સાથે રહેવાની સાથે કામકાજ પણ કરતા હતા. બન્ને એકસાથે ઑટોરિક્ષા પણ ચલાવતા હતા.

ઝાલાવાડી સઈ સુથાર સમાજના અને વિરારમાં ઝેરોક્સનું કામકાજ કરતા ભરત-રમેશની જોડી ખૂબ પ્રખ્યાત હતી. ભરતભાઈના પુત્ર હિમાંશુ કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દિવસ પણ કદાચ એવો નહીં હશે કે બન્ને ભાઈ સાથે ન હોય. બન્ને ભાઈને કોરોનાનાં થોડાં લક્ષણો દેખાઈ રહ્યાં હતાં, પરંતુ સાવચેતીના પગલારૂપે અમે તેમને નાલાસોપારાની હૉસ્પિટલમાં આઠ સપ્ટેમ્બરની સવારે એકસાથે ઍડ્મિટ કર્યા હતા. નવ સપ્ટેમ્બરે મારા પપ્પાને અટૅક આવતાં તેમનું અવસાન થયું હતું. આ વાતની જાણ મોટા બાપુજીને નહોતી કરી. અમે હોમ ક્વૉરન્ટીન હોવાથી હૉસ્પિટલમાં એક જણને રાખ્યો હતો જે તેમને ખાવા-પીવાનું આપતો. બાપુજી દરરોજ એ માણસને ભરત કેમ છે? તેને ચા આપી? તે જમ્યો? તેણે સરફજન ખાધું? એવું પૂછતા. પહેલાં મારા ભાઈનું ધ્યાન રાખો, પછી મારું એવું કહેતા. તેમની તબિયતમાં પહેલાં થોડો સુધારો થઈ રહ્યો હતો, પરંતુ પછી તેમને પપ્પા વિશે થોડો અંદાજો આવી જતાં તેમનું બ્લડ-પ્રેશર લો થઈ ગયા બાદ એમાં સુધારો ન થતાં આખરે તેમણે પણ ૧૮ સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનાં પત્ની ૨૦૧૪માં આ જ દિવસે મૃત્યુ પામ્યાં હતાં. બન્ને ભાઈઓની જોડી આ રીતે એકસાથે જતી રહેશે એ સપને પણ વિચાર્યું નહોતું.’



ગુજરાતી પરિવારના અગ્રણી જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રામ-શ્યામ જેવી આ ભાઈઓની જોડી જે નાનપણથી જ એકબીજા સાથે હતી અને તેમણે દુનિયા પણ છોડતી વખતે તેમનો સાથ છૂટવા ન દીધો. નાનપણથી નાના-મોટા કામકાજ કરીને તેમણે પરિવારને અહીં સુધી પહોંચાડ્યો છે. નાની ઉંમરે જ કામ શરૂ કર્યું અને તેમની દુકાને પણ ભાઈઓ સાથે ચાલીને આવતા-જતા. હાલમાં બીજા વિસ્તારમાં રહેવા આવ્યા છતાં બાઇક પર પણ એકસાથે જતા અને આવતા હતા. કુટુંબ તેમણે પચાસ વર્ષથી જાળવી રાખ્યું અને બન્ને ભાઈઓ એકસાથે જતાં પરિવારે તેમના બે પિલર ગુમાવી દીધા છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 12:53 PM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK