રોજ 300 રૂપિયાની કમાણી કરતા મજૂરને આયકર વિભાગે 1 કરોડની નોટિસ મોકલી

Published: 17th January, 2020 10:55 IST | Mumbai

મુંબઈના ઉપનગર થાણેના ઝુગ્ગી વસ્તી અંબિવલીમાં રહેતા બાબુસાહેબ આહિર ૩૦૦ રૂપિયા રોજ પર મજૂરી કરે છે.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ

મુંબઈના ઉપનગર થાણેના ઝુગ્ગી વસ્તી અંબિવલીમાં રહેતા બાબુસાહેબ આહિર ૩૦૦ રૂપિયા રોજ પર મજૂરી કરે છે. આયકર વિભાગે તેને જે નોટિસ મોકલી છે તે જોઈ આ મજૂરભાઈ જ નહીં કોઈ પણ ચોંકી ઊઠે. આયકર વિભાગે રોજ ૩૦૦ રૂપિયા મજૂરી કરી કમાણી કરનાર મજૂરને ૧.૦૫ કરોડ રૂપિયાની ટૅક્સ નોટિસ મોકલી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આહિરના બૅન્ક ખાતામાં નોટબંધી દરમ્યાન ૫૮ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

આયકર નોટિસ મળ્યા બાદ બાબુસાહેબ આહિરે થાણે પોલીસને આ મુદ્દે ફરિયાદ કરી છે. આહિરનું કહેવું છે કે તેને આ બૅન્ક ખાતાની કોઈ જાણકારી નથી, જેમાં ૫૮ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આહિર અનુસાર એવું બની શકે છે કે તેના નકલી દસ્તાવેજના આધારે કોઈએ તેના નામે બૅન્ક ખાતું ખોલાવ્યું હોય. બાબુસાહેબ પોતાના સસરાની ઝૂંપડીમાં તેમની સાથે જ રહે છે. આહિરે કહ્યું કે તેને પહેલી વખત સપ્ટેમ્બર, ૨૦૧૬માં એક નોટિસ દ્વારા ખબર પડી કે એક પ્રાઈવેટ બૅન્કમાં તેના નામે ખાતું ખોલાવેલા ખાતામાં નોટબંધી દરમ્યાન ૫૮ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

પહેલી નોટિસ મળતાં જ બાબુસાહેબ આહિરે આયકર વિભાગ અને બૅન્કનો સંપર્ક કર્યો. ખબર પડી કે તેના પાનકાર્ડનો ઉપયોગ કરી બૅન્ક ખાતું ખોલવામાં આવ્યું છે, પરંતુ તેમાં તેનો ફોટો અને સહી ખોટા છે. સ્પષ્ટ થઈ ગયું કે બૅન્ક અકાઉન્ટ ખોલાવવા માટે તેના ડુપ્લિકેટ પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે ૭ જાન્યુઆરીએ આયકર વિભાગ તરફથી આહિરને ૧.૦૫ કરોડની નોટિસ મોકલવામાં આવી છે. આ પહેલી નોટિસ આવ્યા બાદ પોલીસ અને આયકર વિભાગને જાણકારી આપ્યા બાદ આહિરને મોકલવામાં આવેલી આ બીજી નોટિસ છે. હવે આહિરની ફરિયાદ અનુસાર પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્રના ખેડૂતોને સ્વ-નિર્ભર બનાવવા સરકાર કટિબદ્ધઃ ઉદ્ધવ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમની સરકાર રાજ્યના ખેડૂતોને સ્વ-નિર્ભર બનાવવા માટે કટિબદ્ધ છે.

તેમણે બારામતી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલા ત્રણ દિવસના એગ્રો એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું.

રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેનો કારભાર સંભાળ્યા બાદ ઠાકરેની બારામતી ખાતેની આ પ્રથમ મુલાકાત હતી. તેઓ બૅટરી દ્વારા સંચાલિત વાહનમાં કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા અને શરદ પવાર તેમની સાથે બેઠા હતા. પોતાના વક્તવ્યમાં ઠાકરેએ કૃષિ ક્ષેત્રે નવતર સંશોધન બદલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રશંસા કરી હતી.

આ કેન્દ્રમાં ટપક સિંચાઈ સહિતનાં ક્ષેત્રોમાં નવતર સંશોધન હાથ ધરવામાં આવે છે. જે રીતે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી ધીમે-ધીમે પાકના મૂળ સુધી પહોંચે છે તે જ રીતે કૃષિ ક્ષેત્રે થતું સંશોધન રાજ્યના જ નહીં, બલ્કે દેશના અન્ય ભાગો સુધી પહોંચે તે આપણે સુનિશ્ચિત કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રનું તાપમાન નીચે ઊતર્યું : મુંબઈવાસીઓએ અનુભવ્યું કાશ્મીર

દુકાળ અને અતિવૃષ્ટિને કારણે ઘણી વખત ખેડૂતોએ નુકસાન વેઠવું પડે છે એ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ‘પંચનામું હાથ ધરાય છે. કેટલીક વખત ખેડૂતોને નુકસાનીનું વળતર મળે છે, કેટલીક વાર નથી મળતું, પરંતુ રાજ્યના ખેડૂતોને સ્વ-નિર્ભર બનાવવાની જરૂર છે અને સરકાર ચોક્કસ તે કાર્ય કરશે. આ કાર્ય થોડું મુશ્કેલ છે અને આથી અમને લોકોના આશીર્વાદની જરૂર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK