મુલુંડમાં એકલાં રહેતાં ગુજરાતી ‌સિનિયર સિટિઝનનો મૃતદેહ ઘરમાંથી મળ્યો

Published: 1st January, 2021 06:43 IST | Mid-day Correspondent | Mumbai

મુલુંડ-ઈસ્ટની નીલમનગર સોસાયટીમાંથી ગઈ કાલે ૭૦ વર્ષનાં એક ગુજરાતી મહિલાની ડેડબૉડી મળી હતી.

પ્રતીકાત્મક તસવીર.. તસવીર સૌજન્ય - મિડ-ડે
પ્રતીકાત્મક તસવીર.. તસવીર સૌજન્ય - મિડ-ડે

મુલુંડ-ઈસ્ટની નીલમનગર સોસાયટીમાંથી ગઈ કાલે ૭૦ વર્ષનાં એક ગુજરાતી મહિલાની ડેડબૉડી મળી હતી. પોલીસે જણાવ્યા અનુસાર ગઈ કાલે નીલમનગર સોસાયટીમાં બીજા માળે રહેતાં ઊર્મિલા ઠક્કરે બે દિવસથી પોતાના ઘરનો દરવાજો ખોલ્યો નહોતો. તેમના ઘરની બહાર પેપર અને દૂધની કોથળી જોતાં બાજુમાં રહેતા લોકોને શંકા ગઈ હતી. તેમણે દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ જવાબ ન મળતાં બારીની ગ્રિલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જોકે ઘરમાં તેમને ઊર્મિલાબહેન મૃત હાલતમાં જોવા મળ્યાં હતાં. નવઘર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી પ્રશાંત કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ડેડબૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી અપાઈ છે. પ્રાથમિક માહિતી અનુસારબીમારીને કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ એકલાં જ રહેતાં હતાં. તેમની એક દીકરી ઉદયપુર રહે છે અને એક દીકરો મૃત્યુ પામ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK