થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ગયા અઠવાડિયે યોજાયેલી સામાન્ય સભામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાની દરખાસ્તને હોલ્ડ પર મૂકવામાં આવી છે. શિવસેના અને એનસીપીના નગરસેવકોએ આ બીજી વખત જમીન હસ્તગતની દરખાસ્તને અટકાવી છે.
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું નિર્માણ કરવા માટે થાણેની ટીએમસીની ૩૮૪૯ ચોરસ મીટરની જમીન માટે ૬.૯૨ કરોડ રૂપિયાનું વળતર આપી એને હસ્તગત કરવાનો આ પ્રસ્તાવ હતો. બુલેટ ટ્રેન અલાઇનમેન્ટનો એક હિસ્સો થાણે જિલ્લામાંથી પસાર થાય છે અને કલેક્ટરની ઑફિસ દ્વારા મંજૂર કરવામાં આવેલા હસ્તાંતરણનો સોદો આ જમીનનો એક હિસ્સો છે.
પ્રસ્તાવિત જમીન થાણે શહેરની વિકાસ યોજનાનો એક હિસ્સો છે, જે રોડ બ્રિજ માટે અનામત રાખવામાં આવી હતી તથા એના વિકાસનું કાર્ય એનએચએસઆરસીને સોંપવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાના પ્રારંભમાં મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ધીમા વિકાસ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
જપાન સાથેની ભાગીદારીમાં તૈયાર કરવામાં આવી રહેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પગલે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું ૧૨ સ્ટેશનોને આવરી લેતું ૫૦૮ કિલોમીટરનું અંતર માત્ર બે કલાક અને ૫૭ મિનિટમાં કવર થશે. બુલેટ ટ્રેન મુંબઈમાં બીકેસીમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનથી શરૂ થઈને થાણે સુધી અન્ડર સી ટનલ બાદ ઉપર ચડીને જમીન પરના પાટા પર આવે છે. પીક-અવર્સમાં ટ્રેનની ફ્રિક્વન્સી ૨૦ મિનિટની રહેશે.
ભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં
16th January, 2021 10:35 ISTશિવસેનાને નીચું દેખાડવા MNSના નેતાએ ગુજરાતીમાં ટ્વીટ કરી કાચું કાપ્યું
13th January, 2021 06:18 ISTસલામતીના મુદ્દે આમનેસામને
11th January, 2021 10:22 ISTબીજેપીના મત તોડવા શિવસેનાએ હવે ગુજરાતી વિસ્તારોને ટાર્ગેટ કર્યા
11th January, 2021 09:38 IST