મુંબઈ: MSRDC કૅડબરી જંક્શનના બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે

Published: Jun 08, 2019, 12:45 IST | રણજિત જાધવ | મુંબઈ

એમએસઆરડીસીના ચીફ એન્જિનિયર અનિલકુમાર ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આઇઆઇટી-બૉમ્બેએ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરી રિપોર્ટ અને ભલામણો સુપરત કર્યાં છે જે અમે આગામી મહિનાઓમાં રિપેર કરીશું.

બ્રિજ
બ્રિજ

શહેરમાં અનેક બ્રિજ અને ફુટઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ કોઈ ચાન્સ ન લેવા માગતું મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) આગામી થોડા મહિનાઓમાં થાણેમાં નીતિન કંપની - કૅડબરી જંક્શન ફ્લાયઓવર બ્રિજની તિરાડ પુરવા સજ્જ છે.

એમએસઆરડીસીના ચીફ એન્જિનિયર અનિલકુમાર ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આઇઆઇટી-બૉમ્બેએ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરી રિપોર્ટ અને ભલામણો સુપરત કર્યાં છે જે અમે આગામી મહિનાઓમાં રિપેર કરીશું. જોકે રિપેરિંગ નીચે કરવાનું હોવાથી ફ્લાયઓવર બંધ કરવામાં નહીં આવે.

આ પણ વાંચો : મુંબઈ: પૃથ્વી પર છેક ક્ષિતિજ સુધી લંબાતો એવરેસ્ટનો પડછાયો જોઈ રહ્યો હતો

૩ જૂને એમએસઆરડીસીએ થાણેમાં નીતિન કંપની - કૅડબરી જંક્શન ફ્લાયઓવર બ્રિજના રિપેરિંગ માટે ટેન્ડર મગાવ્યાં છે. ઇચ્છુક કૉન્ટ્રૅક્ટરોએ ૧૧ જૂન સુધીમાં તેમનાં ટેન્ડર સબમિટ કરવાનાં રહેશે. ફ્લાયઓવરનું રિપેરિંગ લગભગ ૬ મહિના ચાલશે એમ એમએસઆરડીસીના અધિકારીઓએ જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK