તાજેતરમાં જ પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કરી કમાન્ડર જકી-ઉર-રહમાન લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની જેલની સજા ફરમાવી છે. આતંકવાદીઓની મદદ તથા તેમને પૈસા પહોંચતા કરવાના આરોપ હેઠળ લખવીની ધરપકડ કરવામાં આવી હતી. હાફિઝ સઈદ સાથે મળીને લખવીએ ૨૬ નવેમ્બરના મુંબઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
આતંકવાદીઓની મદદ કરવાના આરોપી લખવી પર પહેલાં દવાખાનું ચલાવવાના, ભેગા કરાયેલા પૈસાનો ઉપયોગ આતંકવાદને પોષવા નાણાકીય સહાય કરવાનો આરોપ મુકાયો હતો.
આજે પણ જેને યાદ કરીને કંપારી છૂટે છે તે ૨૬ નવેમ્બરના હુમલાના દિવસે લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકવાદીઓએ મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરીને શહેરને હચમચાવ્યું હતું. આ હુમલામાં ૧૬૦ કરતાં વધુ લોકોનું મૃત્યુ થયું હતું તથા ૩૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.
લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાનના એક આતંકવાદીની ધરપકડ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાથી કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં પંજાબના મિયાનવાલી સૅક્ટરના મોહલ્લા મિયાનીના રહેવાસી મોહમ્મદ વકાર અવાનને શરૂઆતના સમયમાં હથિયાર ચલાવવાની તાલીમ લખવીએ જ આપી હતી. ડિસેમ્બર, ૨૦૦૮માં લખવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પની વિદાય વેળાએ અમેરિકામાં કોરોના રોગચાળાનો મરણાંક ચાર લાખને પાર
21st January, 2021 13:19 ISTજો બાઇડન રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ પર નિયંત્રણ દૂર કરતો ખરડો મોકલશે
21st January, 2021 12:18 ISTદુનિયાની સામે અચાનક પ્રગટ થયા ચીનના અબજોપતિ જેક મા, આપ્યો સંદેશ
21st January, 2021 11:38 ISTપાળેલો કૂતરો પોતાની નકલ કરે છે કે નહીં તે જોવા માલિકે કર્યો આટલો ખર્ચ
21st January, 2021 08:55 IST