રમતગમતના મેદાનમાં ખડકાઈ ચોરેલી ૯૦ કાર

Published: 21st November, 2014 05:44 IST

મુંબઈ જેવા શહેરમાં એક બાજુ યુવાનો માટે રમવાની જગ્યાની અછત છે અને તેમણે ક્રિકેટ કે ફૂટબૉલ જેવી રમત જબરદસ્તી રસ્તા પર રમવી પડે છે ત્યારે મુંબઈ પોલીસે ઉકેલેલા કાર-ચોરીના મોટા કિસ્સામાં પાછી મેળવેલી ૯૦ ગાડીઓ રમતગમતના મેદાનમાં પાર્ક કરવામાં આવી છે. પરિણામે યુવાનોને રમવા માટે મેદાન નથી રહ્યું.




આગ્રીપાડા પોલીસે ઑક્ટોબરની શરૂઆતમાં કાર-ચોરીનો મોટો કેસ હાથમાં લઈને ઉકેલતાં ૯૦ કાર પાછી મેળવી હતી. આ કિસ્સામાં આરોપી ઇરફાન મન્સૂરીએ કાર કિંગ્સ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ખોલી હતી જેમાં તે લોકોને માસિક ૩૦,૦૦૦ રૂપિયા વળતર આપવાનો વાયદો કરીને તેમની પાસેથી કાર લેતો હતો, પણ પછી બીજા રાજ્યમાં એને વેચી મારતો હતો.

કારમાલિક પાસેથી ગાડી લીધા પછી તે થોડા સમય સુધી તેને રેન્ટ ચૂકવતો હતો, પણ પછી હાથ ઊંચા કરી દેતો. આ રીતે તેણે રાજ્યની બહાર ૯૦ ગાડીઓ વેચી મારી હતી. આગ્રીપાડા પોલીસને આ બાબતે વધારે ફરિયાદો મળવા લાગી ત્યારે એણે ઇરફાન મન્સૂરી અને અન્ય પાંચ જણની ધરપકડ કરીને અલગ-અલગ રાજ્યોમાંથી ૯૦ કાર પાછી મેળવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK