સુમન નગર, બરફીવાલા ફલાયઓવર જાન્યુઆરીથી ખુલ્લા મૂકવામાં આવશે

Published: 31st October, 2011 20:14 IST

આગામી જાન્યુઆરી મહિનામાં ચેમ્બુરના સુમન નગર તથા અંધેરીના એસ. વી. રોડ પર આવેલા બરફીવાલા જંક્શનનો ટ્રાફિક જૅમ હળવો થશે, કારણ કે અહીંના બે ફ્લાયઓવર કાર્યરત થશે. અત્યારે તો ઘણા લાંબા સમયથી આ જંક્શન વાહનચાલકો માટે ભારે ત્રાસદાયક સાબિત થયું છે.

 

કલાકોના કલાકો સુધી પીક-અવર્સ દરમ્યાન અહીં ટ્રાફિક જૅમ રહે છે. એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના જૉઇન્ટ પ્રોજેક્ટ ડિરેકટર દિલીપ કવઠકરે ‘મિડ-ડે’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ચોમાસું પૂર્ણ થતાં જ  સુમન નગર ફ્લાયઓવરના કામને ફાઇનલ ટચ આપવાનું કામ શરૂ કર્યું છે, જે ડિસેમ્બરમાં પૂર્ણ થતાં જ જાન્યુઆરી મહિનામાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. જ્યારે આ તરફ જૂન મહિનામાં લાલબાગ તથા બરફીવાલા ફ્લાયઓવરને જોડતા બ્રિજને શરૂ કર્યાનાં બે સપ્તાહમાં ખાડા પડતાં એમએમઆરડીએએ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એથી જ આ વખતે એમએમઆરડીએ કોઈ ઉતાવળ કરવા નથી માગતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK