વિક્રોલી-વેસ્ટમાં ગોદરેજ કૉલોનીની પાછળ આવેલા ગાર્ડનમાં મંગળવારે સાંજે ૨૭ વર્ષના એક યુવાને ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાવાની આઘાતજનક ઘટના બની હતી. મૃત્યુ પામતાં પહેલાં યુવાને પરિવારજનોને પોતે જીવન ટૂંકાવવા જઈ રહ્યો હોવાનો મેસેજ મોકલ્યો હોવાનું પોલીસે જપ્ત કરેલા તેના મોબાઇલની તપાસમાં જણાયું હતું. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવકની ઓળખ પાર્ક સાઇટના ઑટો-ડ્રાઇવર અફઝલ શેખ તરીકે થઈ હતી. તેના પરિવારે પોલીસને કહ્યું હતું કે તે ૮ નવેમ્બરથી ઘરે નહોતો આવ્યો. તેનો મૃતદેહ ગોદરેજ કૉલોનીના ગેટ નંબર એકની પાછળના એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
પાર્ક સાઇટ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ કહ્યું હતું કે મૃતક અફઝલ શેખની નશાની આદતને કારણે પરિવારે મિસિંગની ફરિયાદ પણ નહોતી નોંધાવી. સોમવારે રાત્રે તેણે પોતાના ભાઈ અને પત્નીને મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યો હોવાનું લખ્યું હતું. જોકે નશામાં તેણે આવો મેસેજ મોકલ્યો હોવાનું માનીને તેમણે મેસેજને ગંભીરતાથી નહોતો લીધો.
પાર્ક સાઇટ પોલીસ સ્ટેશના ઇન્સ્પેક્ટર અનિલ પરવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ ઘટનાની જાણ મંગળવારે બપોરે ૩ વાગ્યે થઈ હતી. મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લ, જવામાં આવ્યો હતો. અમે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. શેખના ઘરમાં તેનાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને એક બાળક છે.’
પાડાને વાંકે પખાલીને ડામ
28th October, 2020 07:55 ISTમુંબઈ : ચાલતી બસમાં ડ્રાઇવરને હાર્ટ-અટૅક
21st October, 2020 07:37 ISTમુંબઈ : બસ-ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગને લીધે બેસ્ટનું બેસ્ટ નામ ખરાબ થાય છે
19th October, 2020 10:22 ISTબોલો, છેલ્લાં છ દિવસમાં માત્ર 88 મુંબઈગરાઓ જ માસ્ક વગર નીકળ્યા
8th July, 2020 08:06 IST