મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં દરરોજ સાફસફાઈ કરીને શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ-કર્મચારીઓના જીવ સામે જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે. સફાઈ કરતા કૉન્ટ્રૅક્ટ કર્મચારીઓને કૉન્ટ્રૅક્ટર દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે આ બધાને કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાય છે એની શક્યતા હોવાથી સત્યકામ ફાઉન્ડેશનના નામની સ્વયંસેવી સંસ્થા દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડને ફરિયાદ કરવામાં આવી હતી. ફાઉન્ડેશનની ફરિયાદને ગંભીરતાથી લઈને કમિશનરે કૉન્ટ્રૅક્ટરને ૪,૬૪,૫૧૫ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મીરા-ભાઈંદરમાં અનેક વખત સફાઈ કરતા કર્મચારીઓ સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર કામ કરતા જોવા મળ્યા છે. દરરોજની સફાઈ સાથે દર વર્ષે વરસાદ પહેલાં નાનાં-મોટાં નાળાંઓની સફાઈ માટે પણ જરૂરિયાતાં વાહન, યંત્રસામગ્રી, સફાઈ-કર્મચારીઓ વગેરેની આપૂર્તિ માટે ઈ-ટેન્ડરિંગ દ્વારા બજેટ મગાવવામાં આવે છે. જેનું સૌથી ઓછા દરનું બજેટ હોય તેને સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી બાદ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે. જોકે આ વખતે નિયુક્ત કરેલા કૉન્ટ્રૅક્ટર દ્વારા નાળાની સફાઈ માટે રાખેલા કર્મચારીઓના સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી સામગ્રીઓ જેમ કે ગમબૂટ, હૅન્ડ ગ્લવ્ઝ, માસ્ક વગેરે અપાયાં નથી. સામાજિક સંસ્થા સત્યકામ ફાઉન્ડેશનના કૃષ્ણા ગુપ્તાના જણાવ્યા પ્રમાણે ‘કર્મચારીઓ તેમના જીવ જોખમમાં મૂકીને શહેરને સ્વચ્છ રાખે છે. આવા કર્મચારીઓને મૂળભૂત સુવિધાથી પણ વંચિત રાખવામાં આવતાં કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.’
મહાનગરપાલિકાને ફરિયાદ મળતાં આ વિષયને ગંભીરતાથી લઈને કૉન્ટ્રૅક્ટર પર ૪,૬૪,૫૧૫ રૂપિયાની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ રીતે પહેલાં પણ વર્ષ ૨૦૧૯માં આ રીતે સફાઈ કર્મચારીઓને સ્વાસ્થ્ય સુરક્ષા સામગ્રી ઉપલબ્ધ ન કરાવવા બદલ કૉન્ટ્રૅક્ટર ઉપર ૧,૯૮,૮૦૦ રૂપિયાની દંડાત્મક કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. કોરોનાકાળમાં પણ સફાઈ કર્મચારીઓને મૂળભૂત સુવિધા પૂરી ન પાડતાં પ્રશાસને લાલ આંખ કરી હતી.
મીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ
14th January, 2021 14:33 ISTમીરા રોડમાં એમડી અને કોકેઇન ડ્રગ્સ સાથે ચાર નાઇજિરિયનની ધરપકડ
12th January, 2021 10:14 ISTમીરા રોડમાં ઝવેરીને ત્યાં પડેલી ધાડમાં ૧ કરોડનો માલ ગયો
9th January, 2021 12:12 ISTમીરા-ભાઇંદરને નશીલા પદાર્થોથી મુક્ત કરવા નવા વર્ષે થયો નવતર પ્રયોગ
3rd January, 2021 12:24 IST