અંધેરીમાં સ્લૅબ તૂટી પડતાં પાંચને ઈજા

Published: Feb 03, 2020, 10:00 IST | Mumbai

અંધેરી-વેસ્ટમાં ગાંવડોંગરી ખાતે આવેલી વિશાલ એ-વન સોસાયટીમાં સ્લૅબ તૂટી પડતાં એક જ પરિવારના પાંચ જણને ઈજા પહોંચી હતી. તેમાંના ૪ જણને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં લઇ જવાયા હતા.

છતનો ભાગ તૂટી પડ્યા બાદ ઘરની હાલત. તસવીર : સમીર માર્કન્ડે

આ ઘટના વિશે માહિતી આપતાં ફાયરબ્રિગેડના ઑફિસરે કહ્યું હતું કે આઠ ફ્લોરની એ ઇમારતમાં સાતમા માળે આ ઘટના રવિવારે બપોરે ૨.૨૦એ બની હતી. સિલિંગનો સ્લૅબ તૂટી પડતાં એક જ પરિવારના પાંચ જણ મૌલાના મસૂદ તાજ (ઉં.વ.૩૨), સૈયદ મોહમ્મદ(ઉં.વ. ૨૬), સાદિક મોહમ્મદ(ઉં.વ.૨૪), નાદિયા(ઉં.વ.૨૫) અને હબીબ મોહમ્મદ(ઉં.વ.૫૦)ને ઈજા થઈ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં બે ફાયરએન્જિન અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી ગયા હતા. મૌલાના મસૂદને માત્ર ઉઝરડા પડયા હોવાથી તેણે કૂપર હૉસ્પિટલમાં સારવાર માટે જવાની ના પાડી દીધી હતી. જ્યારે અન્યોને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. નાદિયાને અને હબીબ મોહમ્મદને માથામાં ઈજા થઈ હોવાથી તેમને દાખલ કરી સારવાર ચાલુ કરાઈ હતી જ્યારે અન્યોને ઓપીડીમાં સારવાર આપી ઘરે જવા રજા આપી દેવાઈ હતી.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK