મુંબઈથી મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરોની ટ્રેનો આવતી કાલથી દોડશે

Published: Oct 08, 2020, 10:02 IST | Rajendra B Aklekar | Mumbai

આખરે અનલૉક-5ના ભાગરૂપે મુંબઈથી મહારાષ્ટ્રનાં અગ્રણી શહેરો વચ્ચેની મુંબઈ-પુણે ડેક્કન ક્વીન સહિતની બહારગામની ટ્રેન સેવા સામાન્ય જનતા માટે ૯ ઑક્ટોબરથી શરૂ થશે.

ટ્રેન
ટ્રેન

આખરે અનલૉક-5ના ભાગરૂપે મુંબઈથી મહારાષ્ટ્રનાં અગ્રણી શહેરો વચ્ચેની મુંબઈ-પુણે ડેક્કન ક્વીન સહિતની બહારગામની ટ્રેન સેવા સામાન્ય જનતા માટે ૯ ઑક્ટોબરથી શરૂ થશે. સાંકળી લેવાયેલાં મહત્વનાં સ્થળોમાં મુંબઈ - પુણે, મુંબઈ - સોલાપુર, મુંબઈ – ગોંદિયા અને મુંબઈ – નાગપુરનો સમાવેશ થાય છે.

સેન્ટ્રલ રેલવે (સીઆર)ના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘૯ ઑક્ટોબરથી સીએસએમટી અને નાગપુર, પુણે, ગોંદિયા અને સોલાપુર વચ્ચે પાંચ સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે. આ સ્પેશ્યલ ટ્રેનો સંપૂર્ણ રિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે અને માત્ર કન્ફર્મ ટિકિટો ધરાવનારા પેસેન્જરો જ કોવિડ-19ના નિયમોને અનુસરીને ટ્રેનમાં મુસાફરી કરી શકશે.’

પાંચ ટ્રેનોમાં મુંબઈ-નાગપુર દુરાન્તો સ્પેશ્યલ ડેઇલી, મુંબઈ-પુણે સ્પેશ્યલ (ડેક્કન ક્વીન), સીએસએમટી-પુણે સ્પેશ્યલ (ઇન્દ્રાયણી એક્સપ્રેસ), મુંબઈ સીએસએમટી-ગોંદિયા (વિદર્ભ એક્સપ્રેસ) અને મુંબઈ સીએસએમટી-સોલાપુર (સિદ્ધેશ્વર એક્સપ્રેસ)નો સમાવેશ થાય છે.

આ તમામ ટ્રેનોનું બુકિંગ તમામ રિઝર્વેશન કાઉન્ટર્સ પર તથા આઇઆરસીટીસી વેબસાઇટ પર આજથી થઈ શકશે. રાજધાની સહિતની વધુ ૩૯ ટ્રેનો ટૂંક સમયમાં જ દોડતી થશે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK