દાઉદના નામે ઉદ્ધવ ઠાકરેને ધમકી, માતોશ્રીની સિક્યોરિટી વધારવામાં આવી

Updated: Sep 06, 2020, 19:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

માતોશ્રીમાં લેન્ડલાઈન ઉપર બે વખત ફોન આવ્યા હતા, ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે, તે દાઉદ ઈબ્રાહિમના વતિથી ફોન કરી રહ્યો છે અને મુખ્ય પ્રધાન સાથે વાત કરવી છે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના નામે ફોન ઉપર ધમકી આવતા માતોશ્રીમાં રવિવારે સિક્યોરિટી વધારવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, માતોશ્રીમાં લેન્ડલાઈન ઉપર બે વખત ફોન આવ્યા હતા.

ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે, તે દાઉદ ઈબ્રાહિમના વતિથી ફોન કરી રહ્યો છે અને મુખ્ય પ્રધાન સાથે વાત કરવી છે. આ ફોન આવ્યા બાદ પોલીસે સિક્યોરિટી વધારી છે અને ફોન કરનારની તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસ પ્રવક્તા એન અંબીકાએ કહ્યું કે, ધમકીનો ફોન આવ્યા બાદ માતોશ્રીમાં સિક્યોરિટીઝ વધારવામાં આવી છે. શનિવારે રાતના નવ વાગ્યાની આસપાસ માતોશ્રીમાં ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપનારે કહ્યું કે, તે દુબઈથી બોલી રહ્યો છે.

દાઉદ 1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 1400થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાદ દાઉદ પાકિસ્તાનમાં છુપાયો હોવાના સમાચાર છે.

સુંદર કેરિબિયન આઈલૅન્ડમાં આવેલો કૉમનવૅલ્થ ઓફ ડોમિનીકા (Commonwealth of Dominica- CoD)ની વસ્તી 80,000 જેટલી જ છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની મદદથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ને આ દેશની સીટીઝનશીપ મળી હોવાના રિપોર્ટ આવ્યા હતા. આ દેશના ઈકોનોમિક સીટીઝન પ્રોગ્રામ અંતર્ગત દાઉદને સીઓડીનો પાસપોર્ટ મેળવ્યો હતો, એમ ભારતીય તપાસ એજન્સીઓએ કહ્યું હતું. જોકે, ભારતે સીઓડીને સાવચેત કરતા દાઉદનો કેરિબિયનમાં ભાગી જવાનો પ્લાન ખુલ્લો પડ્યો. તેમ જ આ બાબતે UNને ડોઝીયર (દસ્તાવેજો) પણ સુપરત કરવામાં આવ્યા હતા, જેને ઈસ્લામાબાદે સ્વિકાર્યો હતો. આમાં દાઉદના આઠ ઘરના સરનામાં છે, છ ઘર તો કરાચીમાં જ છે.

દાઉદનું સિન્ડિકેટ સાઉથ એશિયાના માર્ગથી મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં સ્મગલિંગ કરે છે અને તેનો સંબંધ આતંકવાદી સંગઠન અલ-કાયદા (Al Qaeda) સાથે પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK