‘મુંબઈ સમાચાર’ના તંત્રીપદે ૧૯૭૬થી ૧૯૯૯ સુધી કાર્યરત જેહાન ડી. દારૂવાલાનું ગઈ કાલે મુંબઈમાં ૯૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓ અંગ્રેજી વિષય સાથેના ગ્રૅજ્યુએટ હતા. તેમનું ગુજરાતી અને ફારસી ભાષાનું જ્ઞાન નોંધપાત્ર હતું.
પત્રકારત્વમાં આવ્યા અગાઉ તેઓ ઇન્શ્યૉરન્સ કંપનીમાં હતા. તેમને લખવાનો શોખ હતો એટલે અવારનવાર લખતા હતા અને બાદમાં તેઓએ પત્રકારત્વ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમનાં પત્નીના ૧૯૯૪માં થયેલા અવસાન બાદ તેઓ મનની મક્કમતાથી રહ્યા હતા અને સામાજિક અભિગમ કેળવ્યો હતો.
જેહાન દારૂવાલાના પૂર્વજો અમદાવાદમાં રહેતા હતા, પરંતુ તેઓ અભ્યાસ અર્થે મુંબઈ આવ્યા હતા અને બાદમાં તેમની કર્મભૂમિ મુંબઈ બન્યું હતું. પારસી સમાજના સામાજિક પ્રfનોનો તેમને ઊંડો અભ્યાસ હતો. ૧૯૪૩માં તેમણે ધાર્મિક પરંપરાના અભ્યાસ માટે ઈરાનની પણ મુલાકાત લીધી હતી.
તેમને વાંચવાનો ઘણો શોખ હતો અને પિટિટ લાઇબ્રેરી તથા એશિયાટિક ઉપરાંત બ્રિટિશ લાઇબ્રેરીના તેઓ મેમ્બર હતા અને વિવિધ વિષયનાં પુસ્તકોનું સતત વાંચન કરતા હતા. છેલ્લા થોડા સમયથી બીમાર હતા એ વખતે પારસી જનરલ હૉસ્પિટલમાં તેમણે સારવાર લીધી હતી. તેમના પરિવારમાં એક પરિણીત પુત્ર અને પુત્રી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK