કલ્યાણ રેલવે-સ્ટેશન પર મંગળવારે હૃદયના ધબકારા વધી જાય એવી ઘટના બની હતી. સ્પીડમાં જઈ રહેલી એક્સપ્રેસમાં ચડતી વખતે એક મહિલા પ્રવાસીનું બૅલૅન્સ જતાં તેને ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપની અંદર જઈ રહેલી જોતાં રેલવે-સ્ટેશન પર ફરજ બજાવતાં એક આરપીએફ જવાનનું ધ્યાન જતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા. તેમ જ તે મહિલાને પ્લૅટફૉર્મ અને ટ્રેનના ગૅપની અંદર જવા પહેલાં જ બહાર ખેંચી લેવાતાં તેનો જીવ બચી ગયો હતો. જોકે આ ધક્કાદાયક બનાવ રેલવેના સીસીટીવી કૅમેરામાં કેદ થયો છે અને પોતાના જીવને જોખમમાં મૂકનાર આરપીએફ જવાનની સરાહના કરવામાં આવી રહી છે.
સેન્ટ્રલ રેલવેના કલ્યાણમાં આરપીએફ જવાન વિજય સોલંકી દ્વારા કલ્યાણ-વેસ્ટના રામવાડીમાં રહેતી ૩૫ વર્ષની સોની લોકેશ ગોવંદા નામની મહિલા પ્રવાસીનો જીવ બચાવ્યો હતો. કલ્યાણથી બૅન્ગલોર જવા માટે મહિલા તેના પતિ અને બાળક સાથે મંગળવારે ૯.૫ મિનિટે છૂટતી ઉદ્યાન એક્સપ્રેસ દ્વારા જવા માટે નીકળી હતી. એવામાં કલ્યાણ રેલવે-સ્ટેશન પર સમય પર આવેલી ટ્રેન પ્લૅટફૉર્મ નંબર-5 પર ગઈ હતી. એ વખતે ઉદ્યાન એક્સપ્રેસમાં પતિ અને બાળક જઈને બેઠાં ત્યારે સોની ટ્રેનમાં ચડી રહી હતી ત્યારે ટ્રેન શરૂ થઈ ગઈ હતી.
સવારે શિવસેના, બપોરે એનસીપી ને સાંજે બીજેપી
11th February, 2021 08:47 ISTચાચી ૪૨૦ના કેસમાં પોલીસ તપાસની ગોકળગાયની ગતિથી ફરિયાદીઓ નારાજ
9th February, 2021 11:14 ISTગુજરાતી ભાઈઓને ચોરીની બાઇક્સ વેચીને માલામાલ બનવાને બદલે મળી જેલ
7th February, 2021 08:33 ISTશિવસેનાના નગરસેવકે પોતાની જ પાર્ટીના સંસદસભ્યને કરેલી ટોણો મારતી બર્થ-ડે વિશ થઈ જબરદસ્ત વાઇરલ
5th February, 2021 09:58 IST