અંધેરી સ્ટેશન પરનો રોડ-બ્રિજ પાંચમીએ 6 કલાક માટે બંધ રહેશે

Published: Jan 04, 2020, 09:15 IST | Mumbai

અંધેરી સ્ટેશનના ટ્રૅક પરનો ગોખલે રોડ બ્રિજ ગર્ડરના સમારકામ અને પરીક્ષણના હેતુથી પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરી વચ્ચેની રાત્રે૬ કલાક માટે બંધ રહેશે એમ વેસ્ટર્ન રેલવેના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

ગોખલે રોડ બ્રિજ
ગોખલે રોડ બ્રિજ

અંધેરી સ્ટેશનના ટ્રૅક પરનો ગોખલે રોડ બ્રિજ ગર્ડરના સમારકામ અને પરીક્ષણના હેતુથી પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરી વચ્ચેની રાત્રે૬ કલાક માટે બંધ રહેશે એમ વેસ્ટર્ન રેલવેના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

વ્યસ્ત વિસ્તારમાં શહેરના પૂર્વ ભાગને પશ્ચિમ સાથે સાંકળતો આ બ્રિજ પાંચમી જાન્યુઆરીએ રાતે ૧૧.૩૦થી સવારે ૫.૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.

આ પણ વાંચો : એસી ટ્રેનો આવી તો ગઈ, પણ એને દોડાવવી કયા ટાઇમે?

૨૦૧૮ની ૩ જુલાઈએ આ બ્રિજના વૉકવેનો એક ભાગ ટ્રૅક પર પડ્યો અને બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં ત્યાર બાદ આઇઆઇટી બૉમ્બેની ટીમ દ્વારા બ્રિજનું ઑડિટિંગ કરવામાં આવ્યું હતું. માર્ગનો ઉપયોગ કરનારા લોકો (બ્રિજ બંધ હોવાના સમય દરમ્યાન)ને ગોખલે બ્રિજના સ્થાને જોગેશ્વરી ROB અથવા તો મિલન ROBનો ઉપયોગ કરવા વિનંતી છે એમ વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK