Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કરોડો રૂપિયા ફાળવવા છતાં માટુંગાના આરઓબીનું કામ ખોરંભે ચડતાં હાડમારી

કરોડો રૂપિયા ફાળવવા છતાં માટુંગાના આરઓબીનું કામ ખોરંભે ચડતાં હાડમારી

29 December, 2019 01:51 PM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

કરોડો રૂપિયા ફાળવવા છતાં માટુંગાના આરઓબીનું કામ ખોરંભે ચડતાં હાડમારી

માટુંગા રોડના આરઓબીનું કામ ખોરંભે ચડતાં હાડમારી

માટુંગા રોડના આરઓબીનું કામ ખોરંભે ચડતાં હાડમારી


વેસ્ટર્ન લાઇનના માટુંગા સામે જ સેનાપતિ બાપટ રોડ આવેલો છે. પહેલાં એ ક્રોસ કરવા માટે રોડ ઓવરબ્રિજ ખુલ્લો રહેતો હતો, જેથી પ્લૅટફૉર્મથી ઉપર ચડીને માટુંગા વેસ્ટમાં જવા માગતા મુસાફરો કે પછી રોડ પરથી સ્ટેશન પર આવવા માગતા મુસાફરો રોડ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હતા. જોકે લાંબા સમયથી સમારકામ કરવાનું છે એમ કહી એ બ્રિજ લોકો માટે બંધ કરી દેવાયો છે. હાલ લોકોએ સતત વાહનોની અવરજવરવાળા એ સેનાપતિ બાપટ માર્ગને વટાવીને જ સ્ટેશનમાં પ્રવેશ કરવો પડે છે જે સામાન્ય લોકો માટે પણ કપરું પડે છે જ્યારે મહિલાઓ અને સિનિયર સિટિઝનની હાલત એ રસ્તો ક્રોસ કરતા કફોડી થઈ જાય છે.

મુંબઈ મહાનગરપાલિકાએ રોડ ઓવરબ્રિજના સમારકામ માટે કરોડો રૂપિયા ફાળવવા છતાં માટુંગા રોડ ઓવરબ્રિજનું સમારકામ ચાલુ થતું નથી અને જેટલું મોડું થાય છે એટલો એના બજેટમાં વધારો થઈ રહ્યો છે.



મુંબઈ મહાનગરપાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના એક ઑફિસરે આ વિશે કહ્યું હતું કે એ બ્રિજના પગથિયાં તૂટી-ફૂટી ગયા હોવાથી એનું સમારકામ કરવાનો નિર્ણય લેવાયો હતો, પણ એ પછી માર્ચ ૨૦૧૯માં સીએસએમટી ખાતેનો હિમાલય બ્રિજ તૂટી પડ્યા બાદ જ્યારે અન્ય રોડ ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું ત્યારે માટુંગાના એ રોડ ઓવરબ્રિજનું સ્ટ્રક્ચર પણ નબળું પડ્યું હોવાનું જણાઈ આવતા એ સમારકામ પણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને એથી એ સમારકામનો ખર્ચ બહુ જ વધી ગયો હતો અને એ કામ રખડી પડ્યું હતું.


આ પણ વાંચો : શહેરની તમામ હેરિટેજ સાઇટ પર હશે એકસરખાં સાઇનબોર્ડ

જોકે તેમણે વધુમાં કહ્યું હતું કે એ કામનો વર્ક ઓર્ડર કાઢવામાં આવ્યો છે અને મહિનામાં એ કામ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 01:51 PM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK