ગઈ કાલે મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનના ૭૨૧ કેસ નોંધાયા હતા. છેલ્લા બે મહિનાનો કોવિડ-19ના કેસનો આ સૌથી મોટો આંકડો છે. આખા રાજ્યમાં કોરોના ઇન્ફેક્શનના કેસનો આંકડો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. એક જ દિવસમાં ૧૦૦૦ કરતાં વધારે કેસ નોંધાતાં પુણે અને અકોલા ફરી હૉટસ્પૉટ બન્યા છે. થાણે, નવી મુંબઈ અને કલ્યાણ-ડોમ્બિવલી સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પણ નવા કેસનું પ્રમાણ ગભરાટ ફેલાવી શકે એટલું છે. ગઈ કાલે થાણેમાં ૧૧૩, નવી મુંબઈમાં ૯૧ અને કલ્યાણ-ડોમ્બિવલીમાં ૧૩૧ કેસ નોંધાયા હતા. મૂળ તો લોકલ ટ્રેન અનલૉક થવાથી એમાં માસ્ક વિના તેમ જ નિયમોનું પાલન નહીં કરનારાઓને કારણે કેસીસ વધી રહ્યા છે. આથી જ વારંવાર એવી ચેતવણી અપાય છે કે ઝટ સુધરી જાવ નહીં તો પરિસ્થિતિ ફરી હાથ બહાર નીકળી જશે.
મંગળવારે નવા કેસની સંખ્યા ૫૦૦થી ઓછી હતી અને ગઈ કાલે ૭૦૦થી વધારે હતી. કોરોના ઇન્ફેક્શનના નવા કેસનો આંકડો ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ૭૦૦થી ઉપર હતો એ આંકડો સતત ઘટતો રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં રોજના કેસની સરેરાશ ૪૦૦ની હતી. ૧૦ ફેબ્રુઆરીથી ફરી કેસમાં વૃદ્ધિની શરૂઆત થતાં બે મહિનાનો તફાવત એક અઠવાડિયામાં નાબૂદ થયો હતો.
ગયા અઠવાડિયે મુંબઈમાં કોરોના ટેસ્ટના આંકડાની સરેરાશ ૧૬,૦૦૦ની હતી, પરંતુ ગઈ કાલે ૧૮,૬૮૫ ટેસ્ટ-રિપોર્ટ કરવામાં આવ્યા અને ૭૨૧ કેસ નોંધાયા હતા. ગઈ કાલે ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૩.૯ ટકા નોંધાયો હતો. ૧૮,૦૦૦થી વધારે ટેસ્ટ-રિપોર્ટ કરવામાં આવ્યા હોય એવું અત્યાર સુધીમાં ચાર વખત બન્યું હતું. ડિસેમ્બર મહિનામાં ન્યુ બ્રિટિશ વાઇરલ સ્ટ્રેઇનનો ભય ફેલાયો હતો, ત્યારે ૨૫,૦૦૦થી વધારે ટેસ્ટ કરવામાં આવી હતી.
દેશમાં લોકોને રસી નથી મળતી અને વિદેશમાં સરકાર એનું દાન કરે છે : કોર્ટ
5th March, 2021 10:47 ISTપાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTબહારગામની પૅસેન્જર ટ્રેન શરૂ થઈ
5th March, 2021 09:42 ISTમુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
5th March, 2021 09:41 IST