Mumbai Rains Update : મુંબઇમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, હાઇટાઇડનું એલર્ટ

Mumbai | Jul 02, 2019, 10:55 IST

મુંબઇમાં ભારે વરસાદે કહર મચાવી દીધો છે. સતત થઇ રહેલા વરસાદના કારણે શહેરની પરીસ્થીતી ઘણી ખરાબ થઇ ગઇ છે. વરસાદના કારણે ભારતીય નોસેનાની ટીમ શહેરના ઘણા વિસ્તારોમાં તૈનાત થઇ ગઇ છે. હાઇટાઇડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

Mumbai Rains Update : મુંબઇમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, હાઇટાઇડનું એલર્ટ
મુંબઇમાં ભારે વરસાદ (PC : Jagran.com)

Mumbai : મુંબઇમાં ભારે વરસાદે કહર મચાવી દીધો છે. સતત થઇ રહેલા વરસાદના કારણે શહેરની પરીસ્થીતી ઘણી ખરાબ થઇ ગઇ છે. વરસાદના કારણે ભારતીય નોસેનાની ટીમ શહેરના ઘણા વિસ્તારોમાં તૈનાત થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે સ્કુલ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ મુંબઇ એરપોર્ટનો રન વે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો ઘણા સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.

ભારતીય હવાનામ વિભાગ (IMD) એ આવનારા 24 કલાક માટે મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ મુંબઇ પોલીસે પણ શહેરના જનતાને સલાહ આપી છે કે ભારે વરસાદ છે ત્યા સુધી ઘરની બહાર ન નીકળે જો કોઇ ઇમરજન્સી ન હોય તો. પરંતુ બહાર નીકળતા પહેલા એકવાર હમાવાનનું અપડેટ લઇ લેવા પણ અપીલ કરી હતી.


મુંબઈમાં સતત વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટમાં આવનાર 54 વિમામોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે 52 ફ્લાઇટની ઉડાન રદ્દ કરી દેવામાં આવી છે.
Mumbai Rains

ભારતીય નૌસેનાએ કુર્લામાં વરસાદથી પ્રભાવિત અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મોટી ટીમો ઉતારી છે. NDRF, ફાયર બ્રિગેડ, નૌસાનાની ટીમોની સાથે સાથે સ્થાનીય સ્વયંસેવકોની મદદથી લગભગ 1000 લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવામાં આવ્યા છે.
Mumbai Rains

મલાડ પુર્વમાં પિંપરીપાંડા વિસ્તારમાં આજે ભારે વરસાદના કારણે એક દિવાલ પડી જવાથી 13 લોકોના મોત થયા હતા.
Mumbai Rains

IMD મુંબઇ સહિત ઉત્તર મહારાષ્ટ્રના તટીય વિસ્તારો પર પણ વાદળો ઘેરાયા છે. મુંબઇમાં આજે ભારે વરસાદની સંભાવના છે. શહેરોમાં ઘણા વિસ્તારોમાં 200 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે.

આ પણ જુઓ : Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત


Mumbai Rains
હવામાન ખાતાની ચેતવણી બાદ રાજ્યમાં 3 જિલ્લામાં મુંભઇ સિટી, મુંબઇ ઉપનગર અને થાણેમાં જાહેર રજા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જના CEO આશીષ કુમારે જણાવ્યું હતું કે આજે બજાર ચાલુ રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK