Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે સંભાળજો : મુંબઈમાં ધોધમાર વરસાદની આગાહી

આજે સંભાળજો : મુંબઈમાં ધોધમાર વરસાદની આગાહી

13 June, 2020 08:04 AM IST | Mumbai
Mumbai Correspondent

આજે સંભાળજો : મુંબઈમાં ધોધમાર વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ વેધશાળાના જણાવ્યા મુજબ ગઈ કાલે મોન્સૂન મહારાષ્ટ્રમાં દાખલ થઈ ગયું છે. અત્યારે ગોવા, હરણાઈ, બારામતી, બીડ, વર્ધા, રાયપુર અને સંબલપુરમાં વરસાદનું ચલન જણાઈ રહ્યું છે. ચોમાસું આગળ વધતાં આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે.

કોલાબા વેધશાળાના પ્રવક્તાના જણાવ્યા મુજબ આજે મુંબઈ સહિત ઉત્તર કોંકણમાં વાદળો છવાયેલાં રહેશે, જ્યારે ઉત્તર કોંકણના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનાં હળવાંથી ભારે ઝાપટાં પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂનમાં એવી ફેવરેબલ પરિસ્થિતિ બની રહી છે કે આવનારા ૪૮ કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ધોધમાર વરસાદ પડે. મુંબઈ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટે પણ કેટલીક જગ્યાએ વીજળીના કડાકા સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે એવી ચેતવણી આપી છે.



મુંબઈમાં આગામી ૨૪ કલાક દરમ્યાન ગરમીનો પારો ૩૩ ડિગ્રીથી ૨૬ ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેશે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અરબી સમુદ્રના મધ્યભાગથી દક્ષિણ સુધી મોડરેટ અને સ્ટ્રોંગ છે, એથી ભારે વરસાદ થવા બાબતની ચેતવણી જાહેર કરાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2020 08:04 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK