રેલવે-સ્ટેશનો બન્યાં હાઇ-ટેક, કોવિડ-19 સામે લડવા રોબોટિક્સની મદદ લેવાશે

Published: Aug 01, 2020, 07:20 IST | Rajendra B Aklekar | Mumbai

રેલવે-અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીના સમયમાં રેલવે-સ્ટેશનો અને હૉસ્પિટલોમાં રોબોટિક્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અત્યંત મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે.

ભાયખલા હૉસ્પિટલમાં રક્ષક પાસે ઑક્સિજનની ટકાવારી ચેક કરાવતી વ્યક્તિ.
ભાયખલા હૉસ્પિટલમાં રક્ષક પાસે ઑક્સિજનની ટકાવારી ચેક કરાવતી વ્યક્તિ.

રેલવે-અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીના સમયમાં રેલવે-સ્ટેશનો અને હૉસ્પિટલોમાં રોબોટિક્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અત્યંત મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે.

ઑટોમેટેડ રોબો સ્ટેશનનાં પ્રવેશ સ્થળો પર તાપમાન અને ઑક્સિજનનું પ્રમાણ તપાસવાની સાથે-સાથે રિમોટ કન્ટ્રોલથી ચાલતા રોબોટ્સ રેલવે હૉસ્પિટલ્સના ક્વૉરન્ટીન વૉર્ડની અંદર જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા દવાઓ પહોંચાડવામાં પણ સહાય કરી રહ્યા છે. આરપીએફે મોશન સેન્સર, પીટીઝેડ (પેન, ટિલ્ટ, ઝૂમ) કૅમેરા સાથે સજ્જ અન્ય એક રોબો વિકસાવ્યો છે.

રક્ષક – ભાયખલા હૉસ્પિટલનો રોબોટ

ડૉક્ટર અને દર્દી દૂર રહીને સંવાદ કરી શકે એ માટે રક્ષક રોબો તૈયાર કરવામાં આવ્યો છે. એ તાપમાન, પલ્સ, ઑક્સિજનની ટકાવારી તપાસી શકે છે. એ દર્દીઓને દવા અને આહાર આપી શકે છે અને ડૉક્ટર અને દર્દી વચ્ચે ટૂ-વે કમ્યુનિકેશન ધરાવે છે. ફુલી ચાર્જ્ડ બૅટરી સાથે એ સળંગ છ કલાક કામ કરી શકે છે અને 10 કિલો વજન ઉઠાવવા સક્ષમ છે.

કૅપ્ટન અર્જુન

આરપીએફ, પુણેએ સ્ક્રીનિંગ અને દેખરેખની કામગીરીને સઘન બનાવવા માટે ૧૨ જૂને રોબોટિક ‘કૅપ્ટન અર્જુન’ લૉન્ચ કર્યો. આ રોબો પૅસેન્જરો ટ્રેનમાં બેસે એ સમયે તેમનું સ્ક્રીનિંગ કરવા માટે અને અસામાજિક તત્ત્વો પર નજર રાખવા માટે લૉન્ચ કરવામાં આવ્યો હતો. અર્જુન મોશન સેન્સર, એક પીટીઝેડ કૅમેરા અને એક ડોમ કૅમેરાથી સજ્જ છે. કૅમેરા શંકાસ્પદ પ્રવૃત્તિ ટ્રૅક કરવા એઆઇ ઍલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK