Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભીનો અને સૂકો કચરો જુદો નહીં કરો તો પાણી નહીં મળે

ભીનો અને સૂકો કચરો જુદો નહીં કરો તો પાણી નહીં મળે

14 May, 2019 10:57 AM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા

ભીનો અને સૂકો કચરો જુદો નહીં કરો તો પાણી નહીં મળે

ભીનો અને સૂકો કચરો

ભીનો અને સૂકો કચરો


મીરા-ભાઈંદર વિસ્તારમાં સોસાયટી અને દુકાનદારોને ભીનો અને સૂકો કચરો જુદો નહીં કરે તો તેમને દંડ ફટકારવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા પાઠવવામાં આવી છે. ૨૦૧૯ની ૧૭ મેથી નિયમનું પાલન નહીં કરનારાઓને ૫૦થી ૩૦૦૦ સુધીનો દંડ કરવાની સાથે તેમનું પાણીનું કનેક્શન પણ કાપી નાખવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આ જોડિયા શહેરમાં દરરોજ ૪૮૦ ટન કચરો ભેગો થાય છે જેના નિકાલનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હોવાથી પાલિકાએ નવ જગ્યાએ નિકાલના પ્લાન્ટની યોજના બનાવી છે.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મીરા-ભાઈંદરમાં પણ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માટેની યોજના શરૂ કરાઈ છે જે મુજબ સૂકો અને ભીનો કચરો જુદો કરવા માટે સોસાયટીઓને બે રંગની કચરાપેટીનું મફતમાં વિતરણ કરાયું છે. અંદાજે પચાસ ટકા લોકોએ પાલિકાએ જારી કરેલી માર્ગદર્શિકા મુજબ કચરાનું વર્ગીકરણ કરવા માંડ્યું છે, પણ બાકીના લોકો પણ અમલ કરે એ માટે પાલિકાએ નોટિસ મોકલી છે.



કચરાનું વર્ગીકરણ શા માટે જરૂરી છે?


મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ૭૯ ચોરસ કિલોમીટર વિસ્તારમાં દરરોજ ૪૮૦ ટન કચરો ભેગો થાય છે. અત્યારે આ બધો કચરો ઉત્તનમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવામાં આવે છે. કચરાને પ્રોસેસ કરાતો હોવા છતાં એની દુર્ગંધ ફેલાતી હોવાથી આસપાસના લોકો નારાજ છે. આથી પાલિકાએ અહીં સૂકા કચરામાંથી ખાતર બનાવવાનો ૫૫૦ ટનની ક્ષમતાનો પ્લાન્ટ શરૂ કયોર્ છે. આ પ્લાન્ટમાં પ્લાસ્ટિક, લાકડું, ધાતુ, કાચ, રબર અને રેક્ઝિન જેવો સૂકો કચરો કામ નથી આવતો. આથી સોસાયટી કે દુકાનમાં જ કચરાનું વર્ગીકરણ કરાય તો કામ સરળ બને.

શહેરને સ્વચ્છ બનાવવા કડક થવું પડે


મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચંદ્રકાંત વૈતીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘણી વાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આકરું બનવું પડે. માત્ર નોટિસ મોકલવાથી કેટલાક લોકો સમજતા નથી એટલે કચરા નિકાલના નિયમનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી થશે તો એનો લાભ સૌને મળશે. કચરો નિકાલના કાયમી ઉકેલ માટે અમે શહેરમાં ૯ જગ્યાએ કચરામાંથી ખાતર કે વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. આમાંનો એક પ્લાન્ટ ઉત્તનમાં શરૂ પણ થઈ ચૂક્યો છે.’

અભ્યાસ બાદ લેવાયો નિર્ણય

બીજાં શહેરોમાં કચરાના નિકાલ માટે કેવી યોજના ચલાવાય છે એનો અભ્યાસ કર્યા બાદ મીરા-ભાઈંદરમાં ખાતર અને વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મYયું હતું. ખાતર અને વીજળીનો ઉપયોગ જે-તે પ્લાન્ટની આસપાસના લોકોને જ મળે એવી ગોઠવણ કરવામાં આવી છે. આથી કચરા નિકાલનો લાંબા સમયથી સતાવતો પ્રશ્ન ઉકેલાઈ જશે.

આ પણ વાંચો : મુંબઈ: બીએમસી વૃક્ષોની કાપણી અનિવાર્ય સંજોગોમાં કરાશે

ભીના-સૂકા કચરાની બે પેટીઓ અપાઈ

કચરાનું વર્ગીકરણ સોસાયટીઓમાં જ થઈ જાય એ માટે પાલિકા દ્વારા લોકોને બે જુદી-જુદી કચરાપેટી મફતમાં વિતરીત કરાઈ છે. આથી સફાઈ કામદારો કચરાનો સરળતાથી નિકાલ કરી શકે છે. આ પેટીઓ પાલિકાની કચરાની ગાડીઓ આવીને લઈ જાય છે અને એનો ઉપયોગ ખાતર અને વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ રહ્યો છે. જોકે અત્યારે ઓછી માત્રામાં વર્ગીકરણ કરાયેલો કચરો પ્લાન્ટ સુધી પહોંચે છે. શહેરનો બધો કચરો જુદો કરાય એ માટે પાલિકાએ નોટિસ મોકલીને ૧૭ મેથી મિક્સ કચરો ન ઉપાડવાની સાથે આમ કરનારાઓને દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 10:57 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK