Mumbai Power Cut: અઢી કલાક પછી સ્થિતિ થઈ સામાન્ય...

Published: 12th October, 2020 16:13 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

લગભગ અઢી કલાકથી સ્થળે સ્થળે અટકાયેલી લોકલ ટ્રેનો હવે ધીમે-ધીમે ચાલવા લાગી છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

દેશની આર્થિક રાજધાની એટલે મુંબઇ (Mumbai)ની ગતિ સોમવારે સવારે (Monday Morning) જાણે કે સાવ થંભી ગઈ હતી. સોમવારે સવારે વીજ પુરવઠાની પાવર ગ્રિડ ફેઇલ થઈ ગઈ હતી. આ કારણે શહેરમાં ઇલેક્ટ્રિસિટી સાવ બંધ હતી. સાથે જ લોકલ ટ્રેન પણ થોભી ગઈ. મુંબઇ સિવાય થાણાના પણ કેટલાક વિસ્તારોમાં પાવર કટ થવાને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ હતી. હવે મુંબઇમાં લગભગ અઢી કલાક પછી 12.30 વાગ્યે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો સામાન્ય થયો છે. વીજ રિસ્ટોરેશનનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. દાદર, બાન્દ્રા, ગ્રાન્ટરોડ નરીમન પૉઇન્ટ વિસ્તારોમાં વીજળી આવી ગઈ છે. મહાલક્ષ્મી અને પરેલ વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ફરી સામાન્ય થયો છે. લગભગ અઢી કલાકથી સ્થળે સ્થળે અટકાયેલી લોકલ ટ્રેનો હવે ધીમે-ધીમે ચાલવા લાગી છે.

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ થવાને કારણે શહેરની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેન પણ અટકી ગઈ હતી. પશ્ચિમ રેલવેને સોમવારે સવારે પાવર ગ્રિડ ફેલ થવાને કારણે ચર્ચગેટ અને વસઇ દરમિયાન લોકલ ટ્રેન સેવાઓ અટકાવી દેવી પડી હતી. મળતી માહિતી પ્રણે 400 KVની લાઇનમં ટ્રિપિંગ થઈ. આથી આખી એમઈઇડીસી, પાલઘર અને દહાણુ લાઇન પ્રભાવિત થઈ. તો બૃહન્મુંબઇ મહાનગરપાલિકાએ માહિતી આપી હતી કે ટાટાનો વીજ પુરવઠો બાધિત થવાને કારણે મુંબઇમાં વીજ ગ્રિડ ફેલ થયું છે.

મળતી માહિતી પ્રમાણે મુંબઇમાં વીજ પુરવઠો બાધિત થવાની ઘટના અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે.

મુંબઇના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો સામાન્ય થતાં લોકલ ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટૂંક સમયમાં જ વીજ પુરવઠો સામાન્ય કરવા માટે નિર્દેશ આપ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK