૧૦ મિનિટ ટ્રાફિક જૅમમાં ફસાયેલા કમિશનરને સામાન્ય માણસની મુશ્કેલીનો ખ્યાલ આવ્યો

Published: 9th August, 2012 04:54 IST

મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકને ૧૦ મિનિટ સુધી ટ્રાફિક જૅમમાં ફસાવું પડ્યું ત્યારે તેમણે ટ્રાફિકની કથળેલી હાલત સુધારવા માટે આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો હતો.

 

હવે રસ્તાઓ પર જોવા મળતો ટ્રાફિક જૅમ માત્ર ટ્રાફિક-કૉન્સ્ટેબલની જ જવાબદારી નહીં હોય, પરંતુ ટ્રાફિક જૅમ વખતે પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીઓએ પણ વાહનોની અવરજવર સરળતાથી ચાલતી રહે એ જોવાનું રહશે. સામાન્ય રીતે મલબાર હિલથી ક્રૉફર્ડ માર્કેટ આવવા માટે જે માર્ગનો ઉપયોગ પોલીસ-કમિશનર કરતા હતા એના કરતાં વિપરીત વૉર્ડન રોડ પરથી આવતાં તેઓ ૧૦ મિનિટ સુધી ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા.


પોલીસ-કમિશનરે લખેલા પત્રમાં આવી સૂચના તમામ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ, ઍડિશનલ કમિશનર્સ, ઝોનલ ડેપ્યુટી કમિશનર્સ તથા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક, સબર્બ-સાઉથ)ને મોકલી છે. પોલીસ-કમિશનરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘સામાન્ય વાહનચાલકોની મુશ્કેલીને પણ સમજવી જોઈએ. રોડ પર જૅમ થયેલા ટ્રાફિકને હળવો કરવામાં ટ્રાફિક-પોલીસને લોકલ પોલીસ-સ્ટેશનના ઑફિસરોએ પણ મદદ કરવી જોઈએ. પીક-અવર્સ દરમ્યાન સરળતાથી ટ્રાફિકની અવરજવર ચાલતી રહે એ જોવાની જવાબદારી તમામ અધિકારીઓની પણ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK