Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ભારતમાં ભણવા આવેલી વિદેશી યુવતીઓ સેક્સ રૅકેટમાં ઝડપાઈ

મુંબઈ: ભારતમાં ભણવા આવેલી વિદેશી યુવતીઓ સેક્સ રૅકેટમાં ઝડપાઈ

22 January, 2020 09:17 AM IST | Mumbai

મુંબઈ: ભારતમાં ભણવા આવેલી વિદેશી યુવતીઓ સેક્સ રૅકેટમાં ઝડપાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ પોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચે બે દિવસ પહેલાં દેશી અને વિદેશી મોડેલ પાસે દેહ-વ્યવસાય કરાવવાના આરોપસર પ્રોડક્શન મૅનેજર અને કાસ્ટિંગ ડિરેક્ટરની ધરપકડ કરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે અંધેરી (પૂર્વ)માં આવેલી એક થ્રી સ્ટાર હોટેલમાં સેક્સ રૅકેટ ચાલી રહ્યું છે. આથી પોલીસની ટીમે આ હોટેલમાં બોગસ ગ્રાહક મોકલીને ખાતરી થયા બાદ અહીં ૨૦ જાન્યુઆરીએ છાપો માર્યો હતો.

હોટેલમાં દેશી અને વિદેશી મળીને ત્રણ મોડેલ મળી આવી હતી જેનો પોલીસે છુટકારો કરાવ્યો હતો અને બે પુરુષ દલાલની ધરપકડ કરી હતી, જ્યારે તેની સાગરીત એક મહિલા દલાલ પલાયન થઈ ગઈ હતી.



છુટકારો કરાયેલી બે વિદેશી મોડેલ તુર્કમેનિસ્તાન દેશની નાગરિક હોવાનું જણાયું હતું, જે ભારતમાં સ્ટુડન્ટ વીઝા પર ભણવા માટે આવી હતી. તેઓ પુણેની એક કૉલેજમાં આર્ટ્‌સનું ભણી રહી છે. આ વિદેશી યુવતીઓ થોડા સમય પહેલાં મુંબઈમાં શૂટિંગ માટે આવી હતી ત્યારે તેમનો કૉન્ટૅક્ટ દલાલો સાથે થયો હતો.
પોલીસની તપાસમાં જણાયું હતું કે આ દલાલોએ જો બૉલીવૂડમાં કામ કરવું હોય અને ફિલ્મો મેળવવી હોય તો કોમ્પ્રોમાઈઝ કરવાનું તેમણે કહ્યું હતું. એક બ્રૅન્ડના પ્રમોશન માટે શૂટિંગ કરવા અમુક લોકો સાથે શારીરિક સંબંધ બાંધવાનું તેમને કહેવામાં આવ્યું હતું.

વિદેશી યુવતીઓની સાથે હોટેલમાં મળી આવેલી ભારતીય યુવતીએ પોલીસને કહ્યું હતું કે ધરપકડ કરાયેલા દલાલ ઉપરાંત ફરાર થઈ ગયેલી એક મહિલા દલાલનો વર્સોવામાં એક ફ્લૅટ છે, જ્યાં તે દેહ-વ્યવસાય કરતી યુવતીઓને લાવીને રાખે છે.


આ પણ વાંચો : પીએનબી કૌભાંડના આરોપીઓ વાધવાન પિતા-પુત્ર વિરુદ્ધ નવો કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચે ૩ જાન્યુઆરી ૨૦૨૦, ૧૪ જાન્યુઆરી અને ૧૬ જાન્યુઆરીએ પણ મુંબઈમાં ચાલતા સેક્સ રૅકેટ સામે કાર્યવાહી કરીને દેશી અને વિદેશી યુવતીઓને છોડાવીને આ ગોરખધંધો કરતા આરોપીઓને ઝડપ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 09:17 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK