હોળીના દિવસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ૫,૦૦૦ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી

Published: Mar 11, 2020, 11:40 IST | Mumbai

ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે માટે મુંબઈ પોલિસ અને ટ્રાફિક વિભાગે હોળીના તહેવાર નિમિતે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હોળીના દિવસે લોકો રંગે રંગાઈ ગયા બાદ ઠંડાઈ, ભાંગ, દારૂ વગેરેનો નશો કરે છે. પછી નશાની હાલતમાં વાહન ચલાવે એટલે અકસ્માતની પરિસ્થિતી સર્જાય કે પછી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. એટલે આ પાર્શ્વભૂમિ પર મુંબઈ પોલિસ અને ટ્રાફિક વિભાગે હોળીના દિવસે હાથ ધરી હતી. તે અંતર્ગત મંગળવારે સાંજે આઠ વાગ્યા સુધીમાં મુંબઈ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ૫,૩૯૬ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમાથી ૫૪૦ વાહનચાલકો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં પકડાયા હતા. જીટી વર્ષની સરખામણીમાં આ વર્ષે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ટકાવારીમાં લગભગ ૫૦ ટકા ઘટાડો થયો છે.

મુંબઈ પોલિસ અને ટ્રાફિક વિભાગની આ ઝુંબેશ દરમ્યાન ૧૬ કલાકમાં હેલમેટ વગર બાઈક ચલાવતા ૩,૦૮૬, ઓવર સ્પિડિંગ માંતે ૧,૪૭૧ અને બાઈક પર ત્રણ સવારી જતા હોય તેવા ૩૪૨ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

૨૦૧૯ માં હોળીના દિવસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તેવા ૧૦,૬૭૫ કેસ નોંધાયા હતાં. જેમાથી ૭૨૫ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK