જયહિંદ કૉલેજમાં દારૂ પીને વિદ્યાર્થીઓ સાથે ગંદુ વર્તન કરનારા અધ્યાપક બરતરફ

Published: Mar 04, 2020, 09:25 IST | Gaurav Sarkar | Mumbai

સાહિત્યના ઑનલાઇન મૅગેઝિન ‘બૉમ્બે રિવ્યુ’ના સ્થાપક અને ભૂતપૂર્વ તંત્રી કાર્તિકેય બાજપાઈને ગેરવર્તન બદલ ચર્ચગેટની જયહિંદ કૉલેજના બીએમએમ (બૅચલર ઑફ મીડિયા મૅનેજમેન્ટ) વિભાગના વિઝિટિંગ ફૅકલ્ટીના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે.

કાર્તિકેય બાજપાઈ
કાર્તિકેય બાજપાઈ

સાહિત્યના ઑનલાઇન મૅગેઝિન ‘બૉમ્બે રિવ્યુ’ના સ્થાપક અને ભૂતપૂર્વ તંત્રી કાર્તિકેય બાજપાઈને ગેરવર્તન બદલ ચર્ચગેટની જયહિંદ કૉલેજના બીએમએમ (બૅચલર ઑફ મીડિયા મૅનેજમેન્ટ) વિભાગના વિઝિટિંગ ફૅકલ્ટીના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. શરાબના નશામાં ક્લાસમાં ગયા પછી એક વિદ્યાર્થીના નિતંબ પર થપાટ મારવાના વિવાદને પગલે બાજપાઈને કૉલેજના હંગામી અધ્યાપકના હોદ્દા પરથી હટાવાયા છે.

બાજપાઈએ વિદ્યાર્થીના નિતંબ પર થપાટ મારવા ઉપરાંત આંગળી વડે બીભત્સ ઇશારો કર્યો હતો. એ ઉપરાંત એક વિદ્યાર્થિનીના વાળ પાછ‍ળ બાંધ્યા બાદ તેના હાથ સૂંઘ્યા હતા. આ પ્રકારની કેટલીક હરકતોની ફરિયાદ કૉલેજની ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટીને કરવામાં આવી છે. હાલમાં કાર્તિકેય બાજપાઈને હંગામી અધ્યાપકના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. કૉલેજે બૅકગ્રાઉન્ડ ચેક કર્યા વગર નિયુક્ત કરેલા કાર્તિકેય પર અગાઉ પણ સેક્સ્યુઅલ મિસકન્ડક્ટના આરોપો મુકાયા હતા. ક્લાસમાં વિદ્યાર્થિનીઓ જોડે એલફેલ બોલવાના ઘણા બનાવો ફરિયાદમાં નોંધવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK