Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડૉગ ભસ્યો એનો ગુસ્સો : ૧૪ વર્ષના છોકરાને કારની અડફેટમાં લેવાનો પ્રયાસ

ડૉગ ભસ્યો એનો ગુસ્સો : ૧૪ વર્ષના છોકરાને કારની અડફેટમાં લેવાનો પ્રયાસ

11 April, 2019 08:03 AM IST | મીરા રોડ

ડૉગ ભસ્યો એનો ગુસ્સો : ૧૪ વર્ષના છોકરાને કારની અડફેટમાં લેવાનો પ્રયાસ

ડૉગ ભસ્યો એનો ગુસ્સો : ૧૪ વર્ષના છોકરાને કારની અડફેટમાં લેવાનો પ્રયાસ


ઘરમાં પાળેલા ડૉગને ફરવા લઈ જતી વખતે પાસે રહેતા એક જણ પર કૂતરો ભસ્યો હોવાથી શ્વાન અને એના માલિકના પરિવારજનોની મારઝૂડ કરવાનો તથા પરિવારના એક બાળકને કાર નીચે કચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાતાં નયા નગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મીરા રોડના ગીતા નગરના વિનસ ટાવરમાં કુંદન અગ્રવાલ તેના પરિવાર સાથે રહે છે. તેમનો ૧૪ વર્ષનો દીકરો દેવ અગ્રવાલ તેમના ઘરના લાડકા પાળેલા ડૉગને ફેરવવા માટે લઈ જતો હતો એ વખતે શ્વાન દેવના હાથમાંથી છૂટી ગયો અને ત્યાં રહેતી એક વ્યક્તિને જોઈને ભસવા માંડ્યો હતો. કૂતરો ભસવા લાગ્યો અને અંગ પર આવી રહ્યો હોવાથી તે વ્યક્તિ ગુસ્સે ભરાઈ અને તેણે તેના ભાઈની મદદથી દેવને ધક્કામુક્કી કરીને અપશબ્દ કહ્યા હતા. બીજા દિવસે દેવ કૂતરાને ફેરવી રહ્યો હતો ત્યારે કારમાં આવેલી તે વ્યક્તિનો સંબંધી તેની કાર દેવના શરીર પર લઈ ગયો હતો.



આ પણ વાંચોઃ આવી હતી પહેલા મુંબઈ નગરી, જુઓ વિન્ટેજ તસવીરો


જોકે દેવ લાકડાના બામ્બુની પાછળ છુપાઈ ગયો હતો. ત્યાર બાદ મામલો વધતાં અગ્રવાલ કુટુંબીજનોની અપશબ્દો કહીને મારઝૂડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે અગ્રવાલ કુટુંબીજનોએ નયા નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક પરિવારના ચાર જણ પર ગુનો દાખલ કર્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી. એ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2019 08:03 AM IST | મીરા રોડ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK