મુંબઈ: કૉમેડિયન કુણાલ કામરાના સમર્થનમાં ટ્‍‍વિટર પર પરોડીની ભરમાર

Published: Feb 05, 2020, 10:55 IST | Gaurav Sarkar | Mumbai

કુણાલ કામરા – અર્નબ ગોસ્વામીના પ્રકરણ બાદ મુંબઈ સ્થિત સ્ટૅન્ડ-અપ કૉમેડિયનના સમર્થનમાં ટ્વિટર પર સેંકડો પરોડી અકાઉન્ટ્સ ફૂટી નીકળ્યાં છે.

અર્નબ ગોસ્વામી અને કુણાલ કામરા
અર્નબ ગોસ્વામી અને કુણાલ કામરા

કુણાલ કામરા – અર્નબ ગોસ્વામીના પ્રકરણ બાદ મુંબઈ સ્થિત સ્ટૅન્ડ-અપ કૉમેડિયનના સમર્થનમાં ટ્વિટર પર સેંકડો પરોડી અકાઉન્ટ્સ ફૂટી નીકળ્યાં છે. આ પરોડી અકાઉન્ટ્સ તેમની આગવી શૈલીમાં યુઝર્સને મનોરંજન મળી રહે એ રીતે કામરાનું સમર્થન કરે છે.

૨૯ જાન્યુઆરીએ ઇન્ડિગો તથા અન્ય ત્રણ ઍરલાઇન્સે કામરા પર પ્રતિબંધ મૂક્યો એને પગલે ટ્વિટર હેન્ડલ @MrSledgeHammerએ કામરાનો વિડિયો રિટ્વીટ કરવા સાથે લખ્યું હતું, ‘ઇન્ડિગો ફ્લાઇટમાં તાજેતરમાં બનેલી ઘટના પર પ્રકાશ પાડતાં અમે એ જણાવવા માગીએ છીએ કે ‘અમારા યુનિયને કુણાલ કામરાને અમારી ટ્રાઇસિકલ પર સવારી કરવા પર છ મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે જ અમે તેમની સમક્ષ ટ્રાઇસિકલ સાથેનો તેમનો બાળપણનો ફોટો અમને પરત કરવાની માગણી કરીશું.’

આ પણ વાંચો : મુંબઈ : શહેરમાં જોવા મળ્યાં 45 દિવસમાં 274 વિરોધ-પ્રદર્શનો

‘મિડ-ડે’ સાથે વાત કરતાં @MrSledgeHammerએ જણાવ્યું હતું કે ‘આ અકાઉન્ટ તથા તમામ પરોડી અકાઉન્ટ્સનો હેતુ તથ્યો તરફ ધ્યાન દોરવાનો છે કે શક્તિશાળી સરકારી તંત્ર કેવી રીતે નજીવા બનાવ પર સામાન્ય નાગરિકને નિશાન બનાવે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK